“કાળા તલનું કચરિયું” – શિયાળામાં કચરિયું ખાવાની ખુબ મજા આવે એમાં પણ કાળા તલનું તો મારું ફેવરીટ છે..

“કાળા તલનું કચરિયું”

સામગ્રી:

1) ૧ કપ કાળા તલ
2) ૧/૨ કપ ગોળ
3) ૩/૪ કપ ખજુર
4) ૨ ચમચી સુંઠ પાવડર
5) ૧ ચમચી ગંઠોડા પાવડર
6) ૩ ચમચી સુકું છીણેલું ટોપરું
7) ૧ ચમચી ખસખસ
8) ૧ ચમચી મગજતરી ના બી

કચરિયું એ તલ અને ગોળ નું ખૂબ જ સરસ મિશ્રણ છે. કચરિયું શિયાળા માં લગભગ દરેક ના ઘર માં ખવાતું જ હોય છે તો આજે આપણે ઘરે ચોખ્ખું અને સ્વાદીસ્ટ કચરિયું કેવી રીતે બનાવવું તે જોઈએ. આમ તો કચરિયું ઘાણી માં બનતું હોય છે પણ આજે એને મિક્ષર માં સરળતા થી કેવી રીતે બનાવવું તે જોઈએ.

બનવાની સરળ રીત:

1) સૌથી પહેલા મિક્ષર ના મીડીયમ સાઈઝ ના જાર માં સાફ કરેલા તલ ઉમેરીશું


2) તેમાં આ રીતે તલ ને અધકચરા ક્રસ કરો


3) તેમાં સમારેલી ખજુર અને ગોળ ઉમેરો ફરીથી ક્રસ કરી લો


4) હવે તલ ના તેલ સિવાય ની બાકી ની બધી વસ્તુ ઉમેરી ક્રસ કરી લો


5) બધું સરસ રીતે મિક્ષ થઇ જાય એટલે તલ નું તેલ થોડું થોડું ઉમેરતા જઈ મિક્ષ કરતા જવું (લગભગ ૩-૪ ચમચી જેટલું ઉપયોગ કરવું પડશે)


6) હવે એક મોટા વાસણ માં કાઢી છીણેલું ટોપરું અને મગજતરી ના બી ઉમેરો


7) સરસ રીતે મિક્ષ થઇ જાય એટલે એને સર્વિંગ પ્લેટ માં લઇ લો


8) તેના ગાર્નીશીંગ માટે બદામ, ખજુર, સુકું ટોપરું, ખસખસ અને મગજતરી ના બી ઉમેરો

નોંધ : તલ ને અધકચરા ક્રસ કરવા વધુ પડતા ક્રસ નથી કરવાના. એકલા ગોળ કે એકલી ખજુર નો ઉપયોગ કરી ને પણ કચરિયું બનાવી શકાય. સુંઠ અને ગંઠોડા વધારે અથવા ઓછા કરી શકાય. જો તલ નું તેલ ના મળે તો સનફ્લાવર તેલ વાપરી શકાય.

સૌજન્ય : શ્રીજી ફૂડ
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી