આ કાળા માથાનો માનવી કંઈક કંઈક ખાખા ખોરા કર્યા જ રાખે…

આ કાળા માથાનો માનવી કંઈક કંઈક ખાખા ખોરા કર્યા જ રાખે… 🙄 🙄


કોઈ હટકે કરે.. કોઈ એવું કરે કે જે યાદ રહી જાય એને જોઇ લઈ પછી અમાર વાંદરુ જેવા તો ગુલાટ્યા ખાતા રહી જાય તો તમે તો માણહ છો…

હાયલો આજે જોઈએ એવું ઉલટું ઘર.. 🏡

ચીનના તાઇવાન ના હુઆસાન ક્રિએટિવ પાર્કમાં આર્કીટેક્ચરના એક જુથે ઉલટું-સુલટું ઘર બનાવીને બધાને ચોકાવી મુક્યા છે. આવો યુનિક આઈડિયા ટુરિસ્ટોને આકર્ષવા માટે જ બનાયો…

આ ઘરની ખાસ વાત એ છે કે જયારે તમે ઘરની અંદર ધુસશો ત્યારે તમને એવું ફિલ થશે કે તમે છતથી ઉલટા લટકાયા વોય….

આય આપણે ઘર બનાવી તો નાનકી નાનકી વાતને એવી રીતના નોટ કરી કે દેખાવે… કોઈ કામ બાબતે સરળ રહે.. બત ઇ ઘર મેં ઐસા નાહી હે..

તાઇવાન માં આ ઉલટું ઘર બનાવવા પાછળ આર્કીટેક્ચરે ખૂન પરસેવો પાડ્યો છે.

આ ઘરનું નિર્માણ અમેરિકાની થીમ પર કરવામાં આવ્યું છે. આ નવીનતમ ઘરમાં એપ્લાયન્સીસ થી લઈને, રમકડાં અને માળ પણ ઊંઘા છે.

( ફોટુ જોજો એટલે ખ્યાલ આવે.. )

આ કલરફૂલ ઘરમાં ત્રણ માળ.. એક માસ્ટર બેડરૂમ… બાથરૂમ અને એક ગેરેજ છે.

આ ઘરની બહાર જે ત્રીજો દાદર છે તે તમને ડાયરેક્ટ ત્રીજા માળે પહોચાડી દેશે…

આ ઘરમાં ડિઝાઈન ફર્નિચરથી લઈને ઉપકરણો સુધીની ઉપરાંત ઘરમાં લગાવવામાં આવેલ બધી વસ્તુઓ રીયલ છે.

જસ્ટ નોટ : આ ઘરને બનાવવા માટે ૪.૧૨ કરોડનો ખર્ચો થયેલો… ફક્ત ટુરિસ્ટોને આકર્ષવા માટે 🙂 🙂

આ ક્રિએટિવ પાર્કમાં ઉલટું ઘર ખાલી આકર્ષક માટે જ બનાયુ છે વો…. એટલે પી.. પી… અને છી કરવાનો સવાલ જ નય આવતો પેલા કય દવ સવ…
આખા વિશ્વમાં આવા ઉલટા ઘર ઘણીબધી જગ્યાએ આવેલા છે…

ચાલો અત્યારે આવજો ફરી મળીશું આવી અજાયબ પોસ્ટ સાથે..

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

સાભાર : નટખટભાઈ

દરરોજ આવી અવનવી જાણવા જેવા વિશ્વની માહિતી માટે લાઇક કરો અમારું નહિ આપણું આ પેજ.

નોંધ : જો તમે પણ આવી કોઈ અજાયબ વિશ્વની માહિતી જાણતા હોવ તો અમને મેલ કરીને જાણ કરી શકો છો. (ફોટો પણ સાથે મોકલશો તો સારું રેહશે.)
Mail id : [email protected]

ટીપ્પણી