કલ કરે સો આજ કર ને આજ કરે સો અબ. વાંચો અને હવે ધ્યાન રાખજો…

કલ કરે સો આજ કર…

મહાભારતમાં ઘણી બધી ઉપદેશક કથાઓ છે, જે બધામાં ભારોભાર તાત્વિક બોધ ભરેલો છે.

કર્ણ ખરેખર ભારે પ્રતિભાશાળી, દાનવીર અને ઉદાર હતો. એ કવચ-કુંડળ સાથે જન્મ્યો હતો. એક વખત તે સ્નાન કરવા બેઠો હતો. તે જ વખતે ભગવાન કૃષ્ણ તેની પરીક્ષા કરવા માંગતા હતા અને તેમને કર્ણ પાસે કળશ માંગ્યો. રત્નજડિત સોનાનો કળશ કર્ણના ડાબા હાથમાં હતો. કૃષ્ણે જેવી માંગણી કરી કે તરતજ કર્ણએ ડાબા હાથેથી જ કળશ આપી દીધો. કૃષ્ણે કર્ણને કહ્યું, ” અરે ! પેહલા તું સ્નાન તો કરી દે પછી યોગ્ય રીતે દાન આપજે. કઈ નહિ તો ડાબા હાથમાંનો કળશ જમણા હાથમાં લઈને દાન આપજે !”

કર્ણએ જવાબ આપ્યો, “ ધર્મ અને દાન તરત જ કરી નાખવા સારા. માણસનું મન ચંચળ હોય છે. ક્ષણમાં ફરી જાય. કોને ખબર ક્યારે મારો વિચાર બદલી જાય ? ડાબા હાથમાંથી કળશ જમણા હાથમાં લેતા મન ફરી બેસે તો ?? “તરત દાન એ મહાપુણ “, કેટલીક વાર સમયનો વિલંબ પરિસ્થિતિ બદલી નાખે છે અને દાન અને પુણ્ય રહી જાય છે. “
આવો જ એક પ્રસંગ સાચે જ બન્યો…….

એક અત્યંત વૃદ્ધ કાકા ખુબ ધનવાન હતા પણ તે અનેક વ્યાધિઓથી પીડાતા હતા. મહેલ જેવા બંગલામાં તે એકલા રેહતા હતા અને તેમના બંને પુત્રો અમેરિકામાં રેહતા અને મોટો વ્યાપાર કરતા હતા . એક દિવસ વૃદ્ધ કાકાને મળવા તેમનો ભત્રીજો આવ્યો. શરૂઆતમાં આડીઅવળી વાતો કરી પછી કાકાએ કહ્યું, “મારા પછી મારો આ બંગલો છોકરાઓને આપવો છે, જેથી તેઓ અમેરિકાથી અહી આવે તો રહેવા થાય. બીજી બધી મિલકતનું હું એક ટ્રસ્ટ બનાવા માંગું છુ જેથી તે પૈસામાથી ગરીબ અને પછાત વર્ગના બાળકોના અભ્યાસ અર્થે યોજના થાય. તું મને આજે જ વિલ બનાવવા અને ટ્રસ્ટ સ્થાપવામાં મદદ કર. “

ભત્રીજાને તે વિચાર ગમ્યો અને તેમને તે અઠવાડિયામાં બનાવી આપવાનો વાયદો કર્યો. બીજે દિવસે થોડી તૈયારી કરીને તે જયારે કાકાને મળવા ગયો તો ત્યાં તેમને ખબર પડી કે કાકા તો સવારે ગુજરી ગયા હતા. મરણવિધિ પછી ભત્રીજો અમેરિકાથી આવેલા કાકાના દીકરાઓને મળ્યા અને કહ્યું, “તમારા પિતા વિલ કરવા માંગતા હતા…..” આટલું બોલ્યો ત્યાતો મોટા દીકરાએ તેને અટકાવીને કહ્યું કે, “અરે ! પિતાજીએ તો વિલ કર્યું જ છે, બધું અમને બંનેને આપ્યું છે. બધું વેચી અમે એ પૈસા અમારા ધંધામાં લગાડવાના છીએ !”

આમ, ભત્રીજાના વિલંબે ગરીબોનો લાભ છીનવી લીધો ! એટલે જ તો કહ્યું છે…

“કલ કરે સો આજ કર, ને આજ કરે સો અબ !”

લેખન સંકલન : દીપેન પટેલ

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી