આજે નવરાત્રી સ્પેશિયલમાં બધાને ભાવતી કાજુકતરી, એકદમ સરળ રીતે….

કાજુ કતરી

સામગ્રી –

કાજુ પાવડર ૧ કપ
સુગર ૧/૩ કપ
પાણી ૧/૪ કપ
ઘી ૧/૨ ટી સ્પૂન
વરખ 1

રીત :

– પેન માં સુગર લઇ પાણી ઉમેરી ૧ તારની ચાસણી બનાવો.
– ચાસણી થાય એટલે કાજુ નો પાવડર (મિક્ષર માં બનાવેલો) ઉમેરી સારી રીતે મિક્સ કરો. ૩૦- ૪૦ સેકન્ડ માં જ મિશ્રણ પેન છોડવા લાગશે.
– ઘી થી ગ્રીઝ કરેલી પ્લેટ માં મિશ્રણ કાઢી લો.
– થોડું ઠંડુ થાય હાથ માં લઇ શકાય એવું એટલે લોટ બાંધતા હોય એ રીતે સ્મૂધ થાય એટલું મસળી લો.
– પ્લાસ્ટિક પર મૂકી ઉપર બીજુ પ્લાસ્ટીક મૂકી જેટલી જાડી કતરી કરવી હોય તે પ્રમાણે વણી લો.
– ઠંડી થાય પછી વરખ લગાવી કાપા કરી લો. તૈયાર છે કાજુ કતરી.

રસોઈની રાણી – રાની સોની (ગોધરા)

શેર કરો રેસીપી તમારા કાજુકતરી લવર મિત્રોને…

ટીપ્પણી