આ વર્ષે દિવાળીની મીઠાઈ ઘરે જ બનાવો…

- Advertisement -

“કાજુ અેપલ”

સામ્રગી:-

1 કપ કાજુ પાવડર
1/2 કપ ખાંડ
1/4 કપ પાણી
1 ચમચી ઘી
ફૂડ કલર (લાલ અને લીલો)
કેટલાક લવિંગ

રીત:-

અેક વાસણ લો તેમાં પાણી લઇને તેમાં ખાંડ ઉમેરી આેગાળી લો.
હવે તેમાં ઘી ઉમેરો. અને તેને ઉકાળવા મૂકો. ચાસણી 1 તારની કરો.
પછી તેમાં કાજુ પાઉડર ઉમેરો અને એક્દમ સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે ગેસ બંધ કરી લો.
અને તેને એક થાળીમાં કાઢી લો અને 5 મિનિટ માટે એને ઠંડુ થવા દો.
હવે હથેળી પર ઘી લગાવો અને નાનાં બાેલ બનાવો. તેને ઉપરથી સહેજ દબાવો અને સફરજન જેવો આકાર આપો.
હવે તેને બહારની બાજુથી લાલ કલર કરો. અને પછી તેની ઉપર લવિંગ લગાવી દો.
આ રીતે તમે લીલો કલર પણ કરી શકો છો.
અને સર્વ કરો કાજુ અેપલ.

રસોઈની રાણી : યેશા ગાલા (મુંબઈ)

સાભાર : સુહાની ચોકસી (અમેરિકા)

ખુબ જ નવીન રેસીપી, શેર કરો તમારા ફેસબુક પર લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી