કાજુ પાન

સામગ્રી-

બહારના પડ માટે
– 200 ગ્રામ કાજુ
– 100 ગ્રામ સાકર
– 1 ટીસ્પુન ઘી
– ગ્રીન ફુડ કલર

પુરણ માટે-

– બદામ સમારેલી
– પાન બહાર મસાલો
– બેઝ માટે ગુલકંદ કે કાજુ કતરી
– રેડ ફુડ કલર

રીત –

– સાકરની 1/2 કપ પાણી નાખી 1 તારની ચાસણી બનાવો.
– કાજુને પીસી લો.
– ચાસણીમાં કાજુ, ગ્રીન કલર અને ઘી નાખી ઘી છુટ્ટુ પડે ત્યાં સુધી હલાવો.
– પુરણ માટેની બધી સામગ્રી તમારા સ્વાદ મુજબ એક બાઉલમાં મિક્સ કરો.
– કાજુના મિશ્રણને ઠંડુ કરી નાના લુઆ કરો.
– પલાસ્ટિક વચ્ચે પુરી વણી ચાર ભાગ કરી દરેક ભાગ પર પુરણ મુકી પુરી વાળો
– હળવે હાથે રોલ કરો
– પાનનો આકાર બનશે. તૈયાર

રસોઈની રાણી – ઉર્વી શેઠિયા (મુંબઈ)

ટીપ્પણી