સ્વામીનારાયણ સ્પેશીયલ-કાજુ બટર મસાલા (No onion, No garlic)

 

સામગ્રી :

૧ કપ.. કાજુ
૫ નંગ.. ટામેટાં
૨ .. લીલાં મરચાં
૩.. લવીંગ
૧.. ટૂકડો તજ
૨.. ઇલાયચી
૧.. તમાલપત્ર
૨ ટે સ્પૂન.. તેલ
૨ ટે સ્પૂન.. બટર
૨ ટે સ્પૂન.. કાજુ ની પેસ્ટ
૧ ટે સ્પૂન.. આદુ ની પેસ્ટ
૧ ટી સ્પૂન.. કસૂરી મેથી
૧/૨ ટી સ્પૂન.. શેકેલું જીરૂ પાવડર
હળદર
લાલ મરચું પાવડર
૧/૨ ટી સ્પૂન.. કિચન કીંગ મસાલો
મીઠું

રીત :

• ટામેટાં મીક્સર માં ક્રશ કરી અલગ-અલગ રાખો. આદુ ની પેસ્ટ બનાવી લો.
• કાજુ ને તળી લો.
• પેન માં તેલ અને ૧ ટે. સ્પૂન બટર લઇ તજ, લવીંગ, તમાલપત્ર, આખી ઇલાયચી ઉમેરી ૧ ટી સ્પૂન આદુ ની પેસ્ટ એડ કરી ટોમેટો પ્યૂરી સાંતળો. પ્યૂરી બ્રાઉન થવા આવે અને તેલ છૂટુ પડે એટલે બાકી ની આદુ ની પેસ્ટ ઉમેરી થોડી વાર સાંતળો. પછી તેમાં કસૂરી મેથી, શેકેલું જીરૂ પાવડર, લાલ મરચું પાવડર, હળદર ઉમેરી એકાદ મિનિટ સુધી સાંતળો.
• હવે કાજુ ની પેસ્ટ (કાજુ ને દૂધ માં ક્રશ કરી પેસ્ટ બનાવવી.) અને મીઠું ઉમેરી જરૂર મૂજબ પાણી ઉમેરી તેલ છૂટુ પડે અને જોઈયે અવું થીક થાય ત્યાં સુધી કુક કરો. છેલ્લે ૧ ટે. સ્પૂન બટર ઉમેરવું.
• સર્વ કરતી વખતે તળેલાં કાજુ ઉમેરી નાન, પરાઠા કે રોટી સાથે સર્વ કરો.
તૈયાર છે સ્વામિનારાયન સ્પેશીયલ કાજુ બટર મસાલા..

નોંધ :

• કાજુ ના બદલે મગજતરી કે કાજુ મગજતરી મિક્સ કરી ને પેસ્ટ લઇ શકાય.
• સબ્જી બની જાય ત્યારે તેમાં તળેલાં કાજુ ઉમેરી મૂકી રાખવાથી કાજુ પોચા પડી જશે . એટલા માટે સર્વ કરતી વખતે ઉમેરવાં.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો !

ટીપ્પણી