“કાચી ખાંડના અડદિયા” હવે કોઈપણ અડદિયા પાક ઘરે જ બનાવો…

કાચી ખાંડના અડદિયા (Kachi Khand Na Adadiya)

સામગ્રી:

1 કિલો અડદિયાનો લોટ,
750 ગ્રામ ઘી,
750 ગ્રામ દળેલી ખાંડ,
1.5-2 વાટકી ડ્રાયફ્રુટ કતરણ,
1 વાટકી (50 ગ્રામ) ગુંદર,
1.5 ચમચી એલચી જાયફળ જાવંત્રી પાઉડર,

રીત:

સૌ પ્રથમ એક કડાઇમાં ઘી લઈ લોટ ઉમેરી ધીમા મિડીયમ ગેસ પર શેક્વો.
લોટ ગુલાબીથી વધારે અને કથ્થઇથી ઓછો એવો શેકો.
લોટ શેકાય જાય એટલે ગુંદર લોટ ઉપર ફરતો છૂટો છૂટો ભભરાવી દઈ ગેસ બંધ કરી દેવો, સહેજ હલાવતા રહેવું, તરત ગુંદર ફૂલી જશે.
ગેસ બંધ કર્યા પછી પણ કડાઇ ગરમ હોવાને લીધે સરસ ઘાટો ગુલાબી થઈ જશે.
ગુંદર ફૂલી જાય એટલે ડ્રાયફ્રુટ, એલચી જાયફળ જાવંત્રી પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરવું.
મિક્ષણ સહેજ ઠંડુ થાય એટલે ખાંડ ઉમેરી બરાબર મિક્ષ કરવું.
ગ્રીસ કરેલ પ્લેટમાં મિક્ષણ ઠારી લેવું.
અથવા વારવા હોય તો સહેજ વધારે ઠંડુ થવા દેવું, ધ્યાન રાખવું કે વધારે ઠંડુ થશે તો અડદિયા વરશે નહી.
અડદિયા વાળી તેના પર બદામની કતરણ મૂકતા જવું.
તો તૈયાર છે કાચી ખાંડના એટલે કે ચાસણી વગરના અડદિયા.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

શેર કરો અને દરરોજ અવનવી વાનગી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી