કાચી કેરીનું સરબત

સામગ્રી:-

*કાચી કેરી-500ગ્રામ
*ખાંડ-500ગ્રામ
*ફુદીનો-જરૂરમુજબ
*વરિયારી પાઉડર-જરૂરમુજબ
*જલજીરા/સંચર-સ્વાદમુજબ
*તિખાની ભૂકી-સ્વાદમુજબ

રીત:-

સૌ પ્રથમ કાચીકેરી ની છાલ ઉતારી કટકા કરીને તેને કુકરમાં થોડું પાણી નાખી બાફી લેવા. બફાઈ જાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી લેવું. ત્યારબાદ ખાંડ ની એક્ તારી ચાસણી લેવાની. ચાસણી આવી જાય પછી કેરી નો તૈયાર પલ્પ ચાસણીમાં નાખવો. એકદમ સરસ રીતે હલાવી ને મિક્ષ કરવું.

આ તૈયાર મિશ્રણ ને બોટલ માં ભરી ને ફ્રિજ માં રાખવું ને સરબત બનાવવા માટે ઉપયોગ માં લેવું. જ્યારે સરબત બનાવવુ હોઈ ત્યારે તેમાં પાણી ઉમેરી, તેમાં ફુદીનો, વરિયારી પાઉડર, જલજીરા/સંચર, એ બધું નાખીને બલાઇન્ડર થી એકદમ સરસ મિક્સ કરવું.

તો તૈયાર છે કાચિકેરીનું સરબત….સરવિંગ ગલાશ માં સર્વ કરી ઉપર થી તિખાની ભૂકી ને બરફ નાખી સર્વ કરવું. તો ઉનાળામાં બહાર થી સરબત લઈને રાખવાની જરૂર નથી ઘરે જ બનાવો આ ટેસ્ટી કાચિકેરી નું સરબત….. ઉનાળામાં ગરમીથી બચવા આ એક ઉત્તમ સરબત પુરવાર થાય છે.
(કાચિકેરીની છાલ ના ઉતારવી હોઈ તો પણ ચાલે…તમને ગમે એ રીતે બનાવી શકાય.)

રસોઈની રાણી – નિરાલી રતનપરા (જુનાગઢ)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક કોમેન્ટ માં કહેજો !

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!