કાચી કેરીનું શરબત – નાના મોટા સીને પ્રિય એવા ખાટા-મીઠા ટેસ્ટનું શરબત બનાવજો, એકદમ સિમ્પલ ને સરળ છે બનાવવું…

કાચી કેરીનું શરબત

અત્યારે કાચી કેરી ખૂબ જ સરસ મળે છે અને કેરી ના ઘણાં બધા હેલ્થ બેનીફીટ પણ છે એમાં વિટામીન એ અને સી સારી એવી માત્રા માં હોય છે સાથે જ એમાં કેલ્શિયમ ,મેગ્નેસિયમ અને આયર્ન પણ રહેલું છે કાચી કેરી નો ઉપયોગ જો રોજ તમે કરો તો ઉનાળામાં જે લૂ લાગવાના પ્રોબ્લમ થતા હોય છે એ નથી થતા સાથે જ એ બોડીને ડીહાઈડ્રેશન થી બચાવે છે તો બને એટલી કાચી કેરી ની રેસીપી ખાવાના ઉપયોગમાં લેવી જોઈએ આજે આપણે કાચી કેરી નું શરબત કેવી રીતે બનાવવું તે જોઈશું જે બહુ સરળ રીતે અને બહુ જ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે, આને તમે બનાવીને ફ્રીજમાં ૨ દિવસ રાખી પણ શકો છો.

સામગ્રી :

  • ૨ દેશી કાચી કેરી,
  • ૧/૨ કપ ખાંડ,
  • મીઠું.

રીત : 

1) કાચી કેરી ને ધોઈ પછી છોલી લેવાની અને એના આ રીતે મીડીયમ સાઈઝના ટૂકડા કરી લેવાના.2) મિક્ષરના અન જારમાં એને ક્રશ કરી લો.3) હવે એને એક વાસણમાં કાઢી તેમાં ૧ લીટર જેટલું પાણી અને મીઠું ઉમેરી મિક્ષ કરી લો.4) શરબત ને ૧-૨ કલાક આમ જ ફ્રીજમાં રહેવા દઈ પછી ગાળી લો.5) એકવાર એને મિક્ષ કરી પછી સર્વ કરો6) હવે આપણું સરસ મજાનું ખાટ્ટ મીઠું કેરીનું શરબત તૈયાર છે.નોંધ – શરબત બનાવવા બને ત્યાં સુધી દેશી કેરી નો જ ઉપયોગ કરવો એ ટેસ્ટમાં ખાટી હોય એટલે એનું શરબત સરસ બને છે ખાંડ કેરી ની ખટાશ પ્રમાણે ઓછી વધતી થઈ શકે આ શરબત બનાઈને જેટલો વધુ ટાઇમ રાખશો એટલો અનો ટેસ્ટ સરસ આવે છે.

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી