કાચી કેરીનો મુરબ્બો – આ સિઝનમાં બનાવી લો આ ખાટો મીઠો મુરબ્બો, આખું વર્ષ ચાલશે ….!

કાચી કેરીનો આ ખાટો મીઠો મુરબ્બો

કાચી કેરી નો આ ખાટો મીઠો મુરબ્બો સૌ ને પ્રિય હશે જ. ઓછા મસાલા અને સરળતા થી બનતું આ અથાણું ઘરના બધા જ સભ્યો ને ભાવતું હોય છે , ખાસ કરી ને બાળકો ને .. મુરબ્બો તમે રોટલી , થેપલા કે પુરી સાથે પીરસી શકો.

આ મુરબ્બો 2 રીતે બની શકે. કેરી ને ખમણી ને અથવા કટકા કરી ને.. જ્યારે વધારે બનવાનું હોય ત્યારે કદાચ કેરી ખમણવી અઘરી પડે , કટકા પ્રમાણ માં સરળ રહેશે. સામાન્ય રીતે તોતાપુરી કેરી વપરાય છે મુરબ્બો બનાવવા..

સામગ્રી ::

  • 1 kg કાચી કેરી,
  • 700 થી 800 gm ખાંડ,
  • 8 થી 10 ઈલાયચી,
  • 3 થી 4 લવિંગ,
  • 2 મોટા ટુકડા તજ,
  • અડધી ચમચી કેસર ના તાંતણા,
  • ચપટી મીઠું.

રીત ::

સૌ પ્રથમ કેસર ને 2 થી 3 ચમચી હુંફાળા પાણી માં પલાળી દો.. આમ કરવા થી કેસર નો કલર અને સુગંધ નિખરી ને મુરબ્બા માં આવશે..કેરી ને સૌ પ્રથમ ધોઈ , છાલ ઉતારી લો. છાલ ઉતર્યા બાદ નાના ટુકડા કરી લો. એક તપેલા માં આ કેરી ના ટુકડા, લવિંગ , તજ અને 1 વાડકો પાણી લો અને મધ્યમ આંચ પર ઉકાળો..

કેરી જ્યારે ઉકાળશો , કેરી ના ટુકડા એકદમ સોફ્ટ અને પારદર્શક બની જશે.. કેરી ના ટુકડા સંપૂર્ણ બફાય જાય પછી જ ચાસણી માં ઉમેરવા..

એક કડાય માં ખાંડ અને થોડું પાણી લો. આ મિશ્રણ ને મધ્યમ આંચ પર પકાવો. 1 તાર ની ચાસણી થાય એટલું ઉકાળો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.. ખાંડ નું પ્રમાણ આપના સ્વાદ અને કેરી ની ખટાશ પ્રમાણે વધારે ઓછું કરવું.

ત્યારબાદ બાફેલા કેરી ના ટુકડા , આ ચાસણી માં ઉમેરો.. કેરી નું પાણી કે તજ ,લવિંગ કાઢવાની જરૂર નથી.. સરસ રીતે મિક્સ કરો. પલાળેલું કેસર , ઈલાયચી પણ ઉમેરો..આ મુરબ્બા માં આપ આખા ઈલાયચી ના દાણા પર નાખી શકો. કેરી ઉમેર્યા બાદ , ધીમી આંચ પર ચાસણી ને પકાવો. ફરી 1 તાર ની થાય ત્યાં સુધી ઉકાળો.

બોટલ માં ભરતા પેહલા સંપૂર્ણ રીતે ઠરવા દો. જો ખમણેલી કેરી લો તો કડાય માં સીધી ખાંડ સાથે પકાવો.. એર ટાઈટ બોટલ માં સ્ટોર કરો..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

ટીપ્પણી