કાચી કેરીનો મુરબ્બો – નાના મોટા સૌનો ફેવરીટ આ મુરબ્બો ઉપવાસમાં પણ ખાઈ શકો છો…..

કાચી કેરીનો મુરબ્બો

કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતી સીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોરાકત નાં વ્રત માં છોકરીઓ ખૂબ. જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં નમક હોતું નથી. આ મુરબ્બો ફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે. તેથી લોકો આ મુરબ્બો બનાવવાનું ચૂકતા નથી. નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ. જ આ મુરબ્બા ને પસંદ કરે છે.

સામગ્રી:

  • 3 નંગ કાચીકેરી,
  • 1 બાઉલ ખાંડ,
  • 2-3 ચમચી પાણી,

સજાવટ માટે:

  • કાજુ, તજ,.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું કાચી કેરી. મુરબ્બો બનાવવા માટે સાવ કાચી કેરી નો. જ ઉપયોગ કરવો કારણ કે આ મુરબ્બો આપણે આખા વર્ષ માટે બનાવીશું.

અને લઈશું કાજુ, તજ અને લવિંગ. જેથી ખૂબ જ સરસ મુરબ્બો બનશે.હવે આપણે કાચી કેરી ની છાલ કાઢી લઈશું. ત્યાર બાદ તેના નાના નાના કટકા કરી લેવા.હવે કેરી નાં કટકા ને બાફવા નાં છે. તેના માટે કૂકર માં પાણી ઉમેરી તેમાં કાચી કેરી નાં કટકા ઉમેરવા. અને તેને ૨ સિટી થાય એટલી વાર માટે ધીમી આંચ ઉપર બાફી લેવા.હવે કેરી નાં કટકા બફાય જાય ત્યાર બાદ તેને મોટી ચારણીમાં કાઢી. પાણી નિતારી લેવું.

હવે આપણે એક પેન લઈશું. તેમાં ખાંડ ઉમેરવી. જેટલા પણ માપમાં કાચી કેરી લઈએ તેટલા. જ માપ માં ખાંડ લેવી. એક કિલો કેરી તો સામે એક કિલો ખાંડ લેવી.હવે ખાંડ માં જરૂર મુજબ પાણી ઉમેરી તેની ચાસણી તૈયાર કરી લેવી. તેને ધીમી આંચ ઉપર ઉકળવા દેવું.ચાસણી તૈયાર થઈ જાય ત્યાર બાદ તેમાં બાફેલી કેરી નાં કટકા ઉમેરીસુ.ત્યાર બાદ તે કટકા ને ચાસણી માં ઉમેરી એકદમ મિક્સ કરી ઉકળવા દેવું.ઉકળી ગયા બાદ તે ઘટ્ટ બની જશે અને કેરી પણ મિક્સ થઈ જશે.તો તૈયાર છે. કાચી કેરી નો મુરબ્બો જેમાં આપણે તજ, લવિંગ અને કાજુ ઉમેરી સર્વ કરીશું.

 

નોંધ: આખી કાચી કેરી નો. જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષ સુધી બગડતો નથી. આમાં નમક નાં હોવાથી મોરા વ્રત માં ખૂબ જ ખવાય છે. તેમજ ફરાળ હોય. કે રેગયુલર દિવસ. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈ સકે છે કારણકે એમાં મરચું નથી હોતું. એટલે. જ તો નાના મોટા સૌ કોઈ જ ને આ મુરબ્બો ભાવે છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી