કાચી કેરીની ચટણી- ઉનાળાની ગરમીમાં ઠંડક આપશે આ ચટણી એકવાર જરૂર ટ્રાય કરજો

કાચી કેરીની ચટણી

ભોજન માં ચટણી એક આગવું સ્થાન ધરાવે છે. અલગ અલગ પ્રકારે ચટણી બનાવામાં આવતી હોય છે. હવે માર્કેટ માં કાચી કેરી નું આગમન થઈ ગયું છે. કાચી કેરી માત્ર સ્વાદ માં જ નહીં પરંતુ સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. આજે હું કાચી કેરી ની ચટણીની રેસિપી લઈ ને આવી છું.

કાચી કેરી ખાવાના અગણિત ફાયદાઓ છે. કાચી કેરી માં વિટામિન A અને E આવેલું હોય છે. જે હોર્મોન્સ ના બેલેન્સ માં મદદરૂપ છે. કાચી કેરી અને મીઠું જોડે ખાવાથી શરીર માં પાણી નું પ્રમાણ પણ જળવાય રહે છે. સૌથી મોટો ફાયદો એ છે કે ઊંચા તાપમાને શરીરમાં થતા નુકસાન ને અટકાવે છે. એટલે જ કહેવાય છે કે ઉનાળા માં બને એટલો કાચી કેરી નો ઉપયોગ કરો.

આ ખાટી- મીઠી ચટણી તમે થેપલા, પરાઠા, ઢોકળાં,સમોસા, ભજીયાં,ગાંઠિયા કે પછી મનગમતી ડીશ જોડે સર્વ કરી શકાય છે.

સામગ્રી:-

2 નંગ કાચી-પાકી કેરી ( અંદર થી થોડો પીળો કલર હોય ),
2 ચમચા ગાંઠિયા,
2 ચમચા ગોળ,
1 ચમચી શેકેલું જીરું
1 ચમચી ધાણા જીરું
1 ચમચી લાલ મરચું
ચપટી હળદર અને હિંગ
મીઠું સ્વાદઅનુસાર

રીત:-
સૌ પ્રથમ કાચી કેરી ને ધોઈ ને છાલ નિકાળી ને કટકા કરી લો.

હવે મિક્સર ના બાઉલ માં ઉપર જણાવેલી બધી સામગ્રી ઉમેરો અને ક્રશ કરી લો. જરૂર પડે તો 1 ચમચી પાણી ઉમેરો.

અને એકદમ પેસ્ટ જેવી ચટણી બનાવી લો.

તૈયાર છે ખાટી મીઠી ચટણી… મનગમતી ડીશ જોડે સર્વ કરો. ફ્રીઝ માં 6-8 દિવસ સુધી સારી રહે છે..  મને આ ચટણી પાપડી ગાંઠિયા જોડે ખૂબ જ ભાવે છે… તમે પણ ટ્રાય કરો.

નોંધ:- આ ચટણી અંદર થી થોડી પીળી હોય એવી કેરી ની વધુ સારી બનશે. કાચી માં ખટાશ વધુ લાગે..
કાચી તોતા કેરી ની પણ ચટણી સરસ બનશે.એમાં ખટાશ ઓછી હોય છે એટલે….
તમે ઇચ્છો તો કોથમીર અને લીલા મરચાં પણ ઉમેરી શકો. બાકી આ ચટણી આમ જ ખૂબ જ ટેસ્ટી બને છે.
ચોક્કસ થી એક વાર ટ્રાય કરો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી