“કચ્છી પકવાન” – હવે ઘરે જ બનાવો કચ્છનું આ ફેમસ ફરસાણ…

“કચ્છી પકવાન”

કચ્છની પ્રખ્યાત વાનગી તો દાબેલી (ડબલ રોટી) છે. પરંતુ વાત ફરસાણની હોય તો પકવાન નું નામ પ્રથમ આવે. સ્પેશિયલી કચ્છમાં મળતી આ વાનગી ચા સાથે ખાવામાં મજા આપે છે ત્યારે ચાલો આજે અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષના દિને શીખીએ કચ્છી પકવાન.

સામગ્રી-

– 2 1/2 કપ મેંદો,
– મીઠું જરૂર મુજબ,
– 2 ટેબલ સ્પુન ડાલ્ડા ઘી,
– 1/2 કપ મેંદો ફીણ માટે,
– તેલ,

રીત-

– મેંદામાં મીઠું ઉમેરી પુરી કરતાં સહેજ નરમ કણક બાંધો.
– 1/2 કપ મેંદામાં ઘી ઉમેરી બરાબર ફીણી લો.
– મેંદાની બને ત્યાં સુધી પાતળી રોટલી વણો.
– તેના પર મેંદા-ઘીનું મિશ્રણ (સ્લરી) લગાડી તેની 1 ઇંચની પટ્ટીઓ કાપો.
– પટ્ટીને હળવે હાથે ખેંચતા ખાંડવીની જેમ રોલ વાળી લુઆની જેમ દબાવવું.
– બધા લુઆને તેલમાં ડુબાડી મુકવા.
– તેલમાંથી કાઢી લુઆની પુરી વણી ધીમા તાપે તેલમાં તળી લો.
– તૈયાર.

નોંધ–

– 2-3 પટ્ટીઓનો એક રોલ બનાવવું. રોલ જેટલો મોટો એટલો પકવાન મોટો બનશે.
– રોલ વાળીને લુઆની જેમ બનાવતી વખતે ધ્યાન રાખવું કે રોલના વીંટાની ડિઝાઈન વચ્ચે આવે.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી