“કાશ આવુ ના થયું હોત” ભાગ – ૨

સોમવાર નો સમય હતો. જયારે પાછી ફરી તેની સાથે મારી મુલાકાત તે જગ્યાએ થઈ જ્યાંથી આ કહાની ની શારૂઆત થઈ હતી
મારા મન માં એના માટે ખૂબ ગુસ્સો હતો.

હું – તે એવું શા માટે કરીયું કે મને ?

તે – તેને કહીયું કે મને એવો કાંઈ તાત્પર્ય ન હતો.

હું – પણ તે મને પ્રોમિસ કારીયું હતું યાર…!

તે- સોરી.! પણ એક મૂવીની તો વાત હતી ને એમાં શું હતું ,
બીજી વખતે જઈ અવસું ભલે..?

હું – (મનમાં ને મનમાં ) અને કેવી રીતે કહેવું કે એ કંઈ
ખાલી મુવીની વાત નઈ પણ એના માટે મારા મનમાં
રહેલી વાત કહેવાની એક અમૂલ્ય તક હતી એ ચાલી
ગઈ હતી.

તે – ભલે ચાલ કાંઈ વાત નઈ હમણાં ક્લાસ ચાલું થઈ
જશે , વેલા જઈ ને બેસી જઈએ..! નકર પછી અલગ
બેસવું પડશે . જલ્દી કર હાલ.. હું તારી જગ્યા રાખું તું
આવ.!

હું – હું નઈ આવી શકું ક્લાસમાં તું જતી આવ..!

તે – શું થયું વળી (મસતી કરતા કરતા ) કોઈ મલી ગઈ કે
શું..?

” અને શું ખબર કે હું એને કેટલો પ્રેમ કરું છું …! ”

હું – ના હવે એવું કંઈ નથી , આજે માજા નથી. લેકચર નથી
ભરવો તું તારે જા.. અને મને કેજે આજે શું કરાવ્યુ.

તે – મને પણ નઈ જવું..! જાતું નઈ આવતો ને મારે પણ
નઈ જવું..!

હું – તો ક્યાં જઈશ..? હું તો ઘરે જાવ છું. થોડું કામ છે તો
બાય..! કાલે મળીયે.

તે – ૧૦ મિનિટ તો રે..! અને હું તને વાત કેવા માંગુ છું

હું – (ગુસ્સામાં) બોલ શું વાત છે વળી…?

તે – કાલે હું કોલેજમાં નઈ એવું અને હા હું આજે મને
તને એક કામ ની વાત કરવી છે ..!

હું – ભલે ના આવતી કોલેજમાં ( ગુસ્સો થઈ ને ) હમણાં
માને ઘરે જવામાં મોડું થઈ છે.

તેમ કહી ને હું ત્યાં થી ઘરે જાવા નીકળી પડ્યો , રસ્તા માં એકાએક ( એની વાતમેં તો સાંભળી હોત તો..?)
કોલેજમાં માં પાછો વડીયો અને કલાસરૂમમાં એને મળવા માટે ગયો પણ એ ત્યાં થી ચાલી ગઈ હતી.
ત્યારેે તેને કોલ કરવા ગયો પણ શનિવારની વાત મારા મનમાં યાદ આવી અને ગુસ્સામાં મેં કોલ કાપી નાખીયો.

આજે મેં એને વોટ્સએપમાં પણ વાત ના કરી અને એનો પણ મેસેજનાં આવીયો.

મંગળવાર હતો , આજે એ વાતને ૩ દિવસ થઈ ગયા હતા. એને કાલ માટે પણ સોરી કંઈ દઈશ..!કાલે મને એને એવું ગુસ્સામાં નતું કેવું , આજે એ આવે ત્યારે વાત કરી લઇશ.
પણ એ આજે ક્યાં કોલેજમાં આવાની હતી.

અચાનક મેં એના મમ્મી અને પપ્પા ને જોયાં તે સર જોડે કાંઈ વાત કરતા હતા.

સર – ઓકે કાંઈ નઈ હવે એ કેમ છે..? એની તબિયત તો
સારી છે ને..? અને કોલેજનું તમે ટેન્શનના કરતા

“એના મમ્મી – પપ્પા ના ચહેરા દુઃખ વ્યક્ત કરતા હતા અને એમની વાણીમાં ગંભીરતા દેખાતી હતી. તેમની નજર એકાએક મારા પર પડી . મને ત્યાં બોલાવીયો અને કહીયુ કે કેમ છે ..? કોલેજ કેવી ચાલે છે , મમ્મી – પપ્પા કેમ છે .”

હું – હા, બરાબર છે હો..! અને તમે અહીંયા અને મારી ફ્રેન્ડ
ક્યાં છે દેખાતી નથી આન્ટી..! ક્યાં ગઈ એ..? કાલે
મને કે કામ છે પણ મને કાલે કામ હતું તો હું ઘરે ચાલી
ગયો , ક્યાં ઘરે છે…?

તેના મમ્મી – તને કાલે એને વાતના કરી..?

હું – હા કંઈ કેતી પણ મને કામ હતું તો હું ચાલી ગયો .
ચાલો હવે આજે હું ઘરે એવું ત્યાં વાત કરીશ એના
જોડે.

તેના મમ્મી – એ ઘરે નથી એતો હોસ્પિટલમાં છે..! તને
ખબર નથી..? અને શું થયું છે નેતે..?

હું – ના કેમ શું થયું ..? ભાઈ ની તો તબિયત તો બરાબર છે
ને ..? શું થયું એને…?

તેના મમ્મી – ભાઈની તબિયત તો બરાબર છે પણ તારી ફ્રેન્ડની નથી.

હું – શું થયું વળી એ ગાંડીને ( હસતાં હસતાં)

મમ્મી – એને કેન્સર છે , બલ્ડ કેન્સર તને નથી ખબર …?
એની તબિયત શનિવારે જ બગડી ગઈ તી જયારે
એ કોલેજમાંથી આવી.અને પછી રિપોર્ટ કરાવતાં
નેતે ડોક્ટરે બલ્ડ કેન્સર કહિયું. પણ બેહોશની
હાલતમાં કે મારે ફ્રેન્ડ જોડે વાત કરવી છેઅને
આજે પણ કોલેજમાં આવાની જિંદ કરતી હતી
પણડોક્ટરે નાપડીતી. તો એ માટે અમે સર ને વાત
કરવા આવ્યાં તા. તેને ના કહીતી પણ તોય એ કાલે
કોલેજમાં આવી તી કે મારે કામ છે પછી કોલેજમાં
નઈ જાવ.

હું – મારા પગ માંથી જમીન ખાસવા માડી. મારા પર આભ
તૂટી પડ્યો હોય એવું લાગવા લાગીયું. (થયું કે
ભગવાન કેમ મારા જોડે એવું કરે છે…?) મનમાં ને
મનમાં

તેના મમ્મીને – ભલે એને મળવા હોસ્પિટલમાં માં આવજે..!
પપ્પા મમ્મી ને યાદ આપજે.

પછી તેના મમ્મીને જોડે થઈ હોસ્પિટલનું શરનામું લીધું , હોસ્પિટલમાં ગયો એ ICU માં હતી ત્યાં ગયો

તેને – તું અહીંયા …? કેમ શું થયું …?

હું – તને મળવા આવીયો છું , અને તને વાત પણ કેવી છે
જે હું તને શનિવારે કેવાનો હતો અને સોરી , સોમવારે
મેં તારી વાતનાં સાંભળીયા વગર ચાલી ગ્યો. ત્યારે હું
ગુસ્સે હતો તારા પાર.

તેને – મને પણ તને વાત કરવી છે , હું પણ કેવાની હતી પણ
આ બિમાર આવી જઈ (હાસ્ય કરતા)

પછી મને થયું કે હું તને મુવીમાં તને એ વાત કરીશ પણ શું કરે ભગવાન ને બીજું મંજૂર હશે.ત્યારે પણ મેં માંડ માંડ વાત કરીતી તને,

(પ્રેમ ભરી નજરે જોતાં કહુયું ) હું તને બહુ પ્રેમ કરુ છું તું મને કરે છે કે નઈ એ મને નઈ ખબર નથી..!

હું – મને પણ એજ વાત કરવી તી હું ,મારાથી પણ વધારે પ્રેમ કરું છું તને એજ વાત એ શનિવારે કહેવાનો હતો પણ એ ના થયું . મારા મનની વાત મનમાં ના રહે માટે તને આ વાત કહેવાનો હતો.

હું – તને હું ખોટો સમજતો હતો મને માફ કરી દેજે. જો મેં
કાલે કરી વાત સાંભળી હોત તો..? તું મારા માટે થઈ
કોલેજમાં માં આવી અને મેં તારા જોડે સારી રીતે
વાત પણ ના કરી . સોરી યાર..! માફ કરી દે..!

આ વાત સાંભળીને એ હસવા લાગી , હા મારે પણ તને પેલા કઇ દેવું તું …! સોરી યાર..! મારી પણ ભૂલ છે .

એમ કહેતા કહેતા જાણે તેનો છેલ્લો સમય હોય . અને તેના શ્વાસ થોભી ગયાં.એ વાત મારા કાન માટે એનો છેલ્લો શબ્દ બનીને રહી ગયી.

હું – ડોક્ટર ..! ડોક્ટર …! આને બચાવીલો

બસ આ વાત સાથે આ સત્યકથાનો દુઃખ ભલરેલો અન્ત થાઈ છે..!

” બંને એકબીજાને પ્રેમ કરતા હતા પણ બંનેે એક બીજા ને એ વાત કરી ના શકિયા ”

“….. કાશઃ આવુ ના થયું હોત…..”

લેખક : ધવલ ડી. ઝાલા

ભાગ ૧ નાં વાંચ્યો હોય તો અહી વાંચી શકો : કાશ ! આવું ના થયું હોત તો ! ભાગ – ૧

ટીપ્પણી