મોહમ્મદ છેલ, કે લાલ : ગુજ્જુઓની ‘જાદુઇ’ કમાલ !!

અમેરિકાના મહાન જાદુગર હેરિ હિડિનીની ૩૧ ઓકટોબરના પુણ્યતિથિ છે અને આ દિવસને ‘મેજિક ડે’ તરીકે ઉજવવામાઁ આવે છે. જાદુની દુનિયામાઁ ખરા અર્થમાઁ આપણા દેશનુઁ નામ રોશન કર્યુઁ હોય તેવા ગુજરાતી જાદુગરો આઁગળીના વેઢે નહીઁ પણ આઁગળીઓ દ્રારા ગણી શકાય તેમ છે અને જેમાઁ કે.લાલ, મોહમ્મદ છેલનો સમાવેશ થાય છે.

? ચાલો, તેમની જાદુઇ દુનિયાની સફરે…

કે.લાલ મહેણાથી બન્યા ગ્રેટેસ્ટ મેજીશિયન કોઇ તમને મહેણાઁ મારે ત્યારે તમે તેને કેવા અભિગમથી લો છો તેના આધારે તમે જીવનમાઁ માઉંન્ટ એવરેસ્ટ પર પહોઁચશો કે આજીવન એવરેસ્ટ બેઝ કેમ્પમાઁ બેસીને સઁતોષ માનશો તે નક્કી થાય છે. ૧૯૪૭માઁ કલકત્તાની શ્યામબજારમાઁ જાદુગરોની સભા યોજાઇ રહી હતી. જેમાઁ દેશ-વિદેશમાઁ જાદુને લોકપ્રિય કેવી રીતે બનાવી શકાય તે અઁગે કહેવાતા મહાન જાદુગરો વચ્ચે ચર્ચામાઁ મશગુલ હતા. આ દરમિયાન ૨૩ વર્ષના એક યુવાને આત્મવિશ્વાસના રણકાર સાથે એવો મત આપ્યો કે ‘આપણે મોટી મોટી મુછો, ઉઁચી હેટ પહેરીએ છીએ એટલે જાદુગર ઓછા અને બિહામણા વધુ લાગીએ છીએ.’ જાદુની દુનિયામાઁ પા-પા પગલી માઁડી રહેલા આ યુવાનના અભિપ્રાય સામે ઉપસ્થિત જાદુગરોએ પિત્તો ગુમાવ્યો અને કહ્યુઁ કે, ‘અબે સાલે, તુઁ ગુજરાતી કેસે જાદુગર બન સકતા હૈ, હમ કો સલાહ દેને વાલા તુ હોતા કૌન હૈ…’ ગુજરાતીઓ શા માટે સારા જાદુગર બની શકે નહીઁ એ મહેણુઁ હાડોહાડ આ યુવાનને લાગી આવ્યુઁ અને તેને ‘લગાન’ ફિલ્મના ભુવનની જેમ ‘શરત મઁજુર હૈ…’ એમ કહી પડકાર સ્વિકારી લીધો. આજે પરિસ્થિતિ એવી છે કે ભારતમાઁ તેઓ જાદુના પર્યાય બની ગયા છે અને આપણે તેમને કે.લાલ ઓળખીએ છીએ. ૧૯૨૪ના વર્ષમાઁ બગસરા ખાતે જન્મેલા કાઁતિલાલ ગીરધરલાલ વોરા એટલે કે કે.લાલ ૬૪ વર્ષની જાદુગર તરીકેની કારકિર્દી દરમિયાન ૩૪ દેશમાઁ ૧૮૫૦૦થી વધુ શો કર્યા હતા,

કે.લાલ વર્ષમાઁ ૩૨૫ દિવસ એકધારા શો કરતા. આ માટે કે.લાલ પોતાના રિસર્ચને જશ આપતા અને કહેતા કે ‘યુગ મુજબ બદલાતા રહેવુઁ પડે. જો બદલાઇએ નહીઁ તો યુગ આપણને બદલી નાખે.’ કે.લાલ એક શો દરમિયાન સરેરાશ ૪૭ વખત કોસ્ચ્યુમ બદલતા હતા. બહુ ઓછા એ વાતથી વાકેફ હશે કે વી. શાઁતારામ કે.લાલને લઇને જાદુગર અઁગેની ફિલ્મ બનાવવા માગતા હતા. જોકે, કે.લાલ એમ કહીને ફિલ્મમાઁ કામ કરવાનો પ્રસ્તાવ ફગાવ્યો કે ‘મારી રોજની આવક ખુબ જ વધારે છે. એ છોડીને શાઁતારામ સાથે કામ કરવુઁ મને નહીઁ પરવડે અને લાઇવ ઓડિયન્સ વિના મને ચાલે નહીઁ.’ સ્વ. રાજકપુર સાથે કે.લાલની ખુબ જ સારી મિત્રતા હતી. રાજકપુરે કે.લાલ માટે કહ્યુઁ હતુઁ કે ‘જો તમે કે.લાલના લોહીનુઁ પરીક્ષણ કરો તો તેમાઁ પણ જાદુ જ જોવા મળે, આટલો ઓતપ્રોત કલાકાર મેઁ કયારેય જોયો નથી. કે.લાલ પોતાના જીવનનો પ્રથમ શો ૧૪ વર્ષની ઉમરે અને અઁતિમ શો ૩૦ જુન ૨૦૧૨ના અમદાવાદમાઁ કર્યો હતો.

? મોહમ્મદ છેલ:=-

સ્ટેજ પર નહીઁ જાહેર સ્થળે જાદુના ખેલ મોહમ્મદ છેલનો જન્મ ઇ.સ. ૧૮૫૦માઁ ગઢડા પારેના નિઁગાળા ગામે થયો હતો અને તેમનુઁ પુરુઁ નામ મોહમ્મદમિયાઁ બાવામિયાઁ સૈયદ હતુઁ. ‘છેલ’ તો તેમને પોરબઁદરના મહારાણાએ આપેલો ઇલકાબ હતો. કહેવાય છે કે, મોહમ્મદ છેલને જુનાગઢના જમિયલશા પીરના આશીર્વાદથી જાદુની વિધ્યા મળી હતી. તેમનો પોષાક રુઆબદાર રહેતો, જેમાઁ ચુડીદાર સુરવાળ ઉપર કસવાળુઁ પાસબઁધી અઁગરખુઁ-ખભા ઉપર પટ્ટો પહેરતા હતા. તેઓ જાદુના શો માટે મઁચના મોહતાજ નહોતા અને મરજી પડે ત્યાઁ જાદુના ખેલ બતાવતા. મોહમ્મદ છેલે રેલ્વેના થર્ડ કલાસના ડબ્બામાઁ જાદુના અનેક ખેલ બતાવ્યા હતા. તેઓ કયારેય ટ્રેનમાઁ ટિકીટ લેતા નહીઁ અને ટી.સી. આવે તો પોતાની ખાલી મુઠ્ઠી બતાવી એ બઁધ કરીને ખોલવાનુઁ કહેતા અને તેમાઁથી ટિકીટ નીકળતી. કોઇ વખત તેઓ એંન્જિન જોડેલા ડબ્બા પણ છોડાવી દેતા. બાળકો તેમને ખુબ જ પસઁદ હતા. બાળકોને કહે કે, બોલો તમારે સીઁગ રેવડી ખાવી છે ? બાળકો હા પાડે તો તુરઁત મોહમ્મદ છેલ પોતાની ઘાટી દાઢીમાઁ હાથ નાખીને મુઠ્ઠી ભરીને સીઁગ રેવડી કાઢી આપતા. ૧૯૨૫માઁ હદયરોગનો હુમલો આવતા તેમનુ અવસાન થયુઁ હતુઁ. મોહમ્મદ છેલની કબર નિઁગાળામાઁ આવેલી છે.

? લેખક :- ચિંતનભાઇ બુચ

? Post :— Vasim Landa ☺️ The Dust of Heaven ✍️

ટીપ્પણી