ગુજરાત ના પ્રખ્યાત હાસ્ય લેખક અને રચનાકાર સ્વ. શ્રી જ્યોતીન્દ્ર દવે વિષે આટલું જાણો…

આજનો દિવસ :- સ્વ. શ્રી જ્યોતીન્દ્ર દવે

? નામ :- દવે જ્યોતીન્દ્ર હરિશંકર, ‘અવળવાણિયા’, ‘ગુપ્તા’

? જન્મ :- ૨૧ ઓકટોબર, ૧૯૦૧ સુરત

? અવસાન :- ૧૧ સપ્ટેમ્બર, ૧૯૮૦ મુંબઈ

? શિક્ષણ :- પ્રાથમિકથી કૉલેજ સુધીનું શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૩માં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૨૫માં એમ.એ.

? ખિતાબ :- ૧૯૪૧ – રણજિતરામ સુવર્ણ ચંદ્રક, ૧૯૫૦ – નર્મદ સુવર્ણચંદ્રક

? માતા :- ધનવિદ્યાગૌરી

? પિતા :- હરિહરશંકર

? જીવનસાથી :- કરસુખબેન ૧૯૨૯માં

? સંતાન : પુત્રી – રમા, પુત્ર – પ્રદીપ, અસિત

? મુનશીના ‘ગુજરાત’ માસિક દ્વારા ઘણા લેખો લખ્યા.

? ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના પ્રમુખ

? મુખ્ય રચનાઓ
૧. રંગતરંગ ભાગ ૧ થી 6 ; (૧૯૩૨-૧૯૪૬)
૨. જ્યોતીન્દ્ર તરંગ;
૩. રેતીની રોટલી; (૧૯૫૨)
૪. વડ અને ટેટા ( હાસ્ય નિબંધો) ; (૧૯૫૪)
૫. અમે બધાં ( નવલકથા); (૧૯૩૬)
૬. વ્યતીતને વાગોળું છું(આત્મકથા);
૭. હાસ્ય નિબંધ સંગ્રહ- ૧૦;
૮. હાસ્યનવલકથા -૧;
૯. આત્મકથા -૧;
૧૦. અનુવાદગ્રંથો-૨;
૧૧. વિષપાન; (૧૯૨૮)
૧૨. સામાજિક ઉત્ક્રાન્તિ; (૧૯૩૦)
૧૩. એબ્રહમ લિંકન-જીવન અને વિચાર; (૧૯૬૧)

? વિષેશ :- તેમના માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દર વર્ષે હાસ્ય સાહિત્યકારને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક અપર્ણ થાય છે.

? અવતરણો

હાસ્ય એ માણસની પ્રકૃતિમાં જડાયેલી પ્રવૃત્તિ છે. — જ્યોતીન્દ્ર હ. દવે

દુનિયામાં હંમેશ બે પક્ષ હોય છે. એક આપણો પક્ષ અને બીજો જુઠો પક્ષ. ધર્મ પણ બે છે; એક આપણો ધર્મ અને બીજો જુઠો ધર્મ. — જ્યોતીન્દ્ર હ. દવે

 

 

 

મહાપુરુષોની મોટાભાગની વાતો લઘુપુરુષોએ ઘડી કાઢેલી જ હોય છે. — જ્યોતીન્દ્ર હ. દવે

? લેખન અને સંકલન :- — Vasim Landa ☺ન The-Dust Of-Heaven ✍

ટીપ્પણી