“જુવારના મીની મૈસુર ઢોસા” – ડાયટીગ કરનારા માટે હેલ્થી ડીનર..

“જુવારના મીની મૈસુર ઢોસા”

સામગ્રી:

૧ વાટકી જુવારનો લોટ,
૧ વાટકી ચોખાનો લોટ,
૧ ચમચી કોથમીર,
મીઠું,
લસણની ચટણી,

રીત:

– સૌ પ્રથમ એક બાઉલમાં બને લોટ લઇ તેમાં કોથમીર, મીઠું અને પાણી ઉમેરી ઢોસા જેવું ખીરું કરવું.

– પછી નોનસ્ટીક તવા પર તેલ વડે ગ્રીસ કરી પછી એક ચમચો ખીરું લઇ જેટલું પોળુ થાય તેટલું કરવાનું, ફરતે તેલ રેડી થોડી વાર પછી ફેરવવાનું, થોડીવાર પછી પાછું ફેરવવાનું.

– એટલે જેમ ખીરું રેડ્યું હતું અને ઉપર બાજુ જે પડ રહેતું હતું તે જ આવી જશે, ત્યાં લસણની ચટણી લગાવી એક વાર ફેરવી થોડીકવારમાં લઇ લેવું.

– લસણની ચટણી સાથે અથવા લસણની ચટણીમાં સોસ નાખી સર્વ કરવું.

– તો તૈયાર છે જુવારના મીની મૈસુર ઢોસા.

નોંધ:

– ડુંગળી- ટમેટા ઉમેરી ઉત્તપમ કરી શકાય.
– સ્વામીનારાયણ અને જૈન લોકો લસણનો ઉપયોગ ન કરે તો પ્લેન ઢોસા થઇ જાય.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી