કેનેડાના પી.એમ આવ્યા દિલ્હી, ભારતીય પરમ્પરા અનુસાર મંદિર જતા પહેલા ઉતર્યા પોતાના સૂઝ વાંચો આ અહેવાલ છે ખાસ

જસ્ટીન ટ્રુડો આવ્યા..
નાખો વખારે..!!
ત્યારે શું વળી..??!!!
પાકિસ્તાની મૂળના વિચારક અને કેનેડીયન નાગરિક એવા તારક ફતાહને બહુ લાગી આવ્યું કે અમારા પીએમની એરપોર્ટ પર પરોણાગત કરવા મોદી સાહેબ જાતે કેમ નાં આવ્યા..? અને સાવ જુનિયર કક્ષાના મંત્રીને એમને લેવા મોકલી દીધા..? તારક ફતાહ એ લખ્યું કે જસ્ટીન ટ્રુડોની હાઈટ સાથે એમને લેવા ગયેલા મંત્રીની હાઈટ મેચ થતી હતી એટલે એમને લેવા મોકલ્યા હશે..!
બસ વિવાદ ચાલુ થઇ ગયો ..!!
કોઈકે લખ્યું કે કેનેડીયન પીએમ એકલા એકલા ઇન્ડીયામાં રખડી રહ્યા છે.. વાત સાચી છે આમ પણ વેસ્ટમાંથી આવતા લોકોને ઇન્ડીયા જવાનું એટલે વેકેશન ..!!

બધાને તાજમેહલ જોવો હોય અને પછી બીજે ભારતમાં ફરવા જવું હોય છે..એક “અજુબા” અને “અચરજ”ની જેમ એમના બાળકો અને ઘરવાળીને ઇન્ડીયા બતાડવું હોય છે..!!
જસ્ટીન ટ્રુડો પણ એ જ કરી રહ્યા છે એમના પરિવારને ઇન્ડીયા બતાડી રહ્યા છે..!!!
આ એક સત્ય હકીકત છે, પણ ક્યારેક આપણે લોકો ઘેલા થઇ થઇ ને ચોંટવા દોડીએ છીએ..!! એ મોટા કાકા આવ્યા, મોટા મામા આવ્યા આવ્યા, એમ કરી કરીને,
પણ જયારે આપણે ત્યાં જઈએ ત્યારે મોટા કાકા કે ભાભુ આપણો ભાવ સુધ્ધા નથી પૂછતા હોતા..
ભારત અને કેનેડા વચ્ચે હમેશા ૩૬ નો આંકડો રહેલો છે, ભારતના તમામ વિઘટનકારી તત્વોને કેનેડાએ પાળી પોષી અને સાચવી રાખ્યા છે, એ પછી ખાલીસ્તાન હોય કે પછી એલટીટીઈ ,દરેક ને કેનેડાએ મદદ કરી છે અને રાજકીય શરણ આપ્યા છે,

જોકે એમાં કેનેડા કરતા અમેરિકાના વાંક વધારે છે, પણ જગત જમાદારને આપણે કઈ જ કહી શકીએ તેમ નથી, એટલે કેનેડીયન પીએમ આવ્યા છે તો એની ઉપર ખાર કાઢ્યો..
કેનેડા અને અમેરિકાના સબંધો ભારત અને ભૂતાન જેવા છે..
જેમ યુનોમાં ભારતે પોતાનો મત પેલેસ્ટાઈનને આપ્યો અને ભૂતાનનો મત ઈઝરાઈલને આપવી અને બંને બાજુ સાચવી લીધી, એમ કેનેડા હમેશા અમેરિકાની “બી” ટીમ તરીકે જગત પંચાતમાં વર્તન કરતુ આવ્યું છે..
જેને અમેરિકા મારે તેને કેનેડા પંપાળે અને કેનેડા મારે તેને અમેરિકા પંપાળે..!
જસ્ટીન ટ્રુડો ને બેચાર દિવસ એકલા એકલા રખડાવશે પછી ઓટાવા જતા પેહલા એમને સાહેબ સાચવી લેશે..આમ પણ આ બાબતે સાહેબ નો દોષ કઢાય તેમ નથી,
દિલ્લીમાં એક બાજુ ઈરાનથી રાવણું આવેલું હતું, અને ત્યાંથી ગમે તે ભોગે ગ્વાદર બંદર ભાડે રાખવું જ પડે તેમ હતું, અને એ બાજુ ગફલત કે જરાક પણ ઢીલું કે રેઢું મુકાય તેમ નોહતું ..જો ઢીલું મુક્યું કે તરત જ ચીનો ઘુસ્યો સમજો, એટલે જસ્ટીન ટ્રુડો ભલે વેકેશન માણતા..!!


૧.૨ મિલિયન ભારતીયો કેનેડામાં વસી રહ્યા છે, અને હજી પણ રોજના જહાજ ના જહાજ ભરીને ભારતથી ઈમીગ્રન્ટસ કેનેડા ઠલવાઈ રહ્યા છે,અને તો પણ ભારતે તોછડું વર્તન કર્યું..
કરવું પડે તેમ છે.. કનિષ્કની દુર્ઘટના વખતે કેનેડા એ બિલકુલ સાથ નોહ્તો આપ્યો, જ્યારે આખી દુનિયા ભારતને પડખે આવીને ઉભી હતી, એ પછી લગભગ વીસ વર્ષ કેનેડાની ધરતી ઉપર એર ઇન્ડિયાનું એક પણ જહાજ ઉતર્યું નોહતું..
અત્યારે જસ્ટીન ટ્રુડોના મંત્રીમંડળમાં આજ સુધીના હાઈએસ્ટ શીખ સંપ્રદાયના લોકો છે, અને છતાં પણ કેપ્ટન અમરીન્દરસિંગે જસ્ટીન ટ્રુડો થી મોઢું ફેરવી લીધું, કારણ એ છે કે જસ્ટીન ટ્રુડોના મંત્રીમંડળમાં રહેલા લોકો ખાલીસ્તાનના સમર્થક છે..
દાદ આપવી પડે કેપ્ટન સાહેબને, તમે ગમે તેવા સુરમા ભોપાલી હોવ પણ અમારા માટે તો આમારા દેશને તોડનારાને તમે સાચવો છે..સોરી બોસ નહિ બને..!!
અને આજ પ્રકારનું સ્ટેન્ડ યોગી આદિત્યનાથ અને વિજય રૂપાણી સાહેબે પણ લીધું..
બહુ જ સરસ રીતે કેનેડીયન મીડિયા સમજી ગયું છે કે જસ્ટીન ટ્રુડોને શા માટે ભારતમાં વખારે નાખવામાં આવ્યા છે..!!
બીજી તરફ આપણને થોડીક હાશ પણ થાય કે ઘરમાં બાઝી મરતા ભાજપિયા અને કોન્ગ્રેસીયા કમ સે કમ આતંકવાદના મુદ્દે તો એક છે..!

ભારતથી કેનેડા ગયેલા ઈમીગ્ર્ન્ટસ પેહલી અને બીજી પેઢી ત્યાં પા પા પગલીઓ ભરી રહી છે, ભારતીય પ્રજાનો કેનેડામાં સંઘર્ષ ચાલુ છે , મોટેભાગે પંજાબ અને ગુજરાતથી કેનેડા માઈગ્રેશન છે અને બંને પ્રજા ભડ પ્રજા છે, પત્થર ફોડીને પાણી કાઢવા પંકાયેલી છે ,પોતાની જાતમેહનતે આગળ વધી રહી છે કેનેડામાં એટલે એવી બીક રાખીએ કે અહિયાં જસ્ટીન ટ્રુડો જોડે સરખું વર્તન ના કરીએ તો એમને ત્યાં તકલીફ પડશે તો એ વાત ભૂલ ભરેલી છે.. બંને પ્રજાએ ત્યાં વ્યવસ્થિત પાયો નાખ્યો છે અને જો આપડા જ જયચંદ અને અમીચંદ સેહજ આપડી ફેવર કરે તો જસ્ટીન ટ્રુડો ને ખાલીસ્તાન કે એલટીટીઈ ને પાછલે કે આગલે બારણેથી સમર્થન કરતા બીક્લુલ રોકી શકાય તેમ છે..
બહુ બધા બલિદાનો અપાયા છે ત્યારે ખાલીસ્તાન અને એલટીટીઈ ને ભારતની ભૂમિથી દુર ખદેડી શક્યા છીએ,હવે આસ્તીનમાં ફરી સાપ ઘલાય તેમ નથી..

 

આપણા ગુજરાતી છાપા અને સોશિઅલ મીડિયા જસ્ટીન ટ્રુડોના દેખાવ અને પર્સનાલીટીના કાયલ થઇ ગયા હોય એમ રીપોર્ટીંગ કરી રહ્યા છે, અરે યાર બધે દહીં અને દૂધ ના ચાલે, ઠોક બજાકે બોલના પડેગા , ઈંગ્લીસ નહી આવડતા હૈ તો ક્યા હુવા હિન્દી મેં બોલા..જસ્ટીન ટ્રુડો સાહેબ આમ તમારે આતંકવાદને સમર્થન આપનારાને તમારા મંત્રીમંડળમાં નાં લેવાય..ભત્સ્યાના કરો સાબરમતી આશ્રમેથી..!!
અમુક ઘેલહાગરા એવી આશા રાખી રહ્યા છે કે ઇન્ડિયાથી આવતા લોકોને પીઆર આપવામાં માં જસ્ટીન ટ્રુડો કૈક રાહત કે હાથ છુટ્ટો રાખશે..
અલ્યા મારા ભઈલા ના થાય એવું બધું, આ જસ્ટીન ટ્રુડોભાઈ તો એમના બૈરી છોકરાને લઈને અહિયાં ફરવા આવ્યા છે..કોઈ સીરીયસ મિશન નથી આ વિઝીટ, એટલે સાત દિવસમાંથી એકાદ બે દિવસ કામ કરી લેશે ,
બાકી મોજ્યુ અને ભોજ્યું(જમવાનું) કરીને “બોજું” Bonjour ( ફ્રેંચમાં હેલો ને બોજ્યું કેહવાય, કેનેડાની બીજી ભાષા ફ્રેંચ છે,અને ફ્રેંચ ભાષાના જાણકાર એવા અમારા પત્નીજી “બોજ્યું” કે “બોન્ઝું” એવું કૈક વિચિત્ર બોલે છે ) અને પછી au revoir કહી દેશે..!

ચાલો ત્યારે આપણે હવે bonne nuit

લેખક – શૈશવ વોરા

દેશ વિદેશની માહિતીઓ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ 

ટીપ્પણી