કબજીયાત દૂર કરવાના 16 નૂસખા.. અજમાવી જુઓ…

કહેવાય છે કે બધી જ બિમારીઓના મૂળિયા પેટથી જ શરૂ થાય છે, અને પેટના રોગો કબજિયાતથી શરૂ થાય છે. આજકાલ દરેક 100માંથી 90 વ્યક્તિ કબજીયાતથી પિડિત છે, તે જ મોટા ભાગની બિમારીઓનું કારણ છે. જો આપણે માત્ર આપણા કબજીયાતને જ ઠીક કરી દઈએ તો અનેક રોગમાંથી આપણે બચી શકીએ છીએ.

કબજિયાત ધરાવતા લોકોએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેઓએ દિવસમાં ઓછામાં ઓછું 3થી 4 લીટર પાણી તો જરૂર પીવું જોઈએ. ખોરાકમાં પાણી અને લિક્વિડ પદાર્થોની ઘટ પડવાથી હંમેશા આ સમસ્યા ઉભી થાય છે. સૌપ્રથમ તમારે તમારા રૂટીનમાં પાણી અને ફ્રૂટના જ્યુસનો સમાવેશ કરવો જોઈએ અને તેનું નિયમિત સેવન કરવું જોઈ. અને ધ્યાન રાખો કે ભોજન સાથે પાણી ક્યારેય ન પીવું. ભોજનના એક કલાક બાદ જ પાણી પીવો. ભોજન દરમિયાન તમે છાશ પી શકો છો.

તો ચાલો જાણિયે કબજીયાતને દૂર કરતાં નૂસખાઓ વિષે.

1. બે ચપટી અજમાનું ચૂરણ જાડી છાશમાં ભેળવી ઘૂંટડે-ઘૂંટડે પીવાથી બે-ત્રણ દિવસમાં કબજીયાત ઠીક થઈ જાય છે.

2. સવારે ઉઠીને ખાલી પેટે બે સફરજન ખાવાથી કબજીયાત નહીં થાય.

3. બારીક કપડા પર ભીનો પાટો બાંધી આખી રાત તમરા પેડુ પર બાંધી રાખવાથી ચોક્કસ લાભ થાય છે.

4. રાત્રે સૂતા પહેલાં એક ચમચી મધને એક ગ્લાસ તાજા પાણીમાં ભેળવી પીવાથી પણ કબજીયાત નથી થતો.

5. રોજ સવારે ખાલી પેટે 5 ગ્રામ કાળી સૂકી દ્રાક્ષ ખાવાથી કબજિયાત દૂર થાય છે.

6. રાત્રે લીંબુ કાપી રાખો, સવારે તેની શીકંજી બનાવીને પીવાથી પણ કબજીયાત દૂર થશે.

7. બે મોટા પીળા પાકેલા સંતરા રોજ સવારે નાશ્તા પહેલાં પીવાથી એક અઠવાડિયામાં જૂનામાં જૂનો કબજિયાત દૂર થઈ જશે.

8. લીલી હરડેને ઘીમાં શેકી ફુલાવી લેવી. પછી તેમાં એટલું જ સંચળ મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણની એક ચમચી રોજ રાત્રે સૂતા પહેલાં હુંફાળા પાણી સાથે લેવાથી કબજીયાતમાં રાહત મળે છે. સવારે ઉઠતાની સાથે જ જાડો લાગશે. આવું અઠવાડિયામાં માત્ર બે વાર જ કરવું. કબજિયાતની ફરિયાદ દૂર થઈ જશે.

9. બીટના પાંદડાને ટામેટાના સલાડ સાથે મિક્સ કરી ખાવાથી કબજીયાતની ફરિયાદ દૂર થાય છે.

10. જો તમે ચાળ્યા વગરના લોટની જાડી રોટલી ચાવી ચાવીને ખાશો તો પણ કબજીયાત નહીં થાય.

11. ત્રિફળા 20 ગ્રામ, રાત્રે 240 ગ્રામ પાણીમાં પલાળી રાખો, સવારે હાજત પર જતા પહેલાં ત્રિફળાનું પાણી પીવો, કબજીયાત દૂર થશે.

12. કપાયેલી હરડે રાત્રે સૂતી વખતે ફાંકી તેના પર એક ગ્લાસ હુંફાળુ પાણી પી લેવું. સવારે પેટ સાફ થઈ જશે.

13. 7-8 અંજીર લઈ પાણીમાં ઉકાળી તેનો ઉકાળો બનાવી લેવો. રાત્રે સૂતી વખતે આ ઉકાળો પીવો, ત્રણ-ચાર દિવસ રોજ પીવાથી કબજીયાતની ફરિયાદ હંમેશ માટે દૂર થઈ જશે, પણ જો જાડા થઈ જાય તો ઉકાળો પીવાનું તરત જ બંધ કરી દો.

14. ગાજર, મૂળા, બીટ, શળગમ, ટામેટા, પાલકના પાંદડા, તાંદળિયાની ભાજી અને બીટની ભાજીના સલાડમાં નાળિયેરના નાના ટુકડા મિક્સ કરી તેને ભોજન સાથે ખાવાથી તમારો જૂનામા જૂનો કબજીયાત દૂર થઈ જશે.

15. ખાલી પેટે એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ એક ગ્રામ સિંધવ મીઠું મિક્સ કરી કેટલાક દિવસ સેવન કરવાથી તમારી જુનામાં જુની કબજીયાતની ફરિયાદ દૂર થઈ જશે.

16. સૂતા પહેલા હુંફાળા પાણી સાથે વરિયાળીનું ચૂર્ણ લેવાથી પણ કબજીયાત દૂર થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ ઉપયોગી માહિતી દરેક મિત્ર સાથે અને દરરોજ માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ..

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block