“જોધપુરી વેજીટેબલ પુલાવ” – હોટલમાં તો આ વાનગી આરોગી હશે હવે ઘરે જ બનાવો…

“જોધપુરી વેજીટેબલ પુલાવ”

સામગ્રી:

૧૨-૧૩ નાના ફૂલ ફુલાવર,
૧/૪ કપ લીલા વટાણા,
૧.૫ કપ પલાળેલા બાસમતી ચોખા,
૧.૫ ચમચા ઘી,
૧ ચમચી જીરું,
૧/૨ ચમચી વરીયાળી,
૭-૮ કીસમીસ,
૧૫-૧૭ ફાડા કાજુ,
૧૦ ફાડા બદામ,
૨-૪ સુધારેલ સુકી ખારેક,
૧ ચમચો આદુ પેસ્ટ,
૩/૪ કપ દહીં,
મીઠું,
૧/૨ ચમચી ગરમ મસાલો,
૧૦-૧૨ મરીનો ભુક્કો,

રીત:

સૌ પ્રથમ એક કડાઈમાં ઘી લઇ તેમાં જીરું અને વરીયાળી ઉમેરી સુગંધ આવે ત્યાં સુધી સાંતળવું.
પછી તેમાં કીસમીસ, કાજુ, બદામ, ખારેક ઉમેરી ૨ મિનીટ પકાવું.
પછી આદુ પેસ્ટ અને ચોખા ઉમેરી ૧ મિનીટ સાંતળવું.
હવે તેમાં ફ્લાવર અને દહીં ઉમેરી બરાબર મિક્ષ કરી તેમાં મીઠું, ગરમ મસાલો અને તાજો મરીનો ભુક્કો ઉમેરી મિક્ષ કરવું.
પછી તેમાં ૨ કપ પાણી અને વટાણા ઉમેરવા.
૧ મિનીટ પછી ઉકલે એટલે ઢાંકીને મીડીયમ તાપે ચડવા દેવું.
તો તૈયાર છે જોધપુરી વેજીટેબલ પુલાવ, ગરમ ગરમ સર્વ કરવું.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

ફોટો સાભાર: ગૂગલ

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી