OMG – ૧૨માં ધોરણના વિધાર્થીને ગુગલમાં ૧૨ લાખ રૂપિયા મહિનેની જોબ મળી !!!

ગુગલ કંપની જ એવી છે કે કોઈને નોકરી મળે અને ખબર ના પડે એ શક્ય જ નથી. લોકો ૩૦ ડિગ્રી લે છે, લાખ પાપડ વણે છે ત્યારે જઈને મોકો મળે છે, ઘણી વાર તો એ પણ શક્ય નથી થતું. એટલે જ જયારે ખબર પડે કે કોઈ ૧૨માં ધોરણના વિદ્યાર્થીને ગૂગલમાં ૧ કરોડ ૪૪ લાખનું પેકેજ મળ્યું છે તો માથું ફાટી જાય છે,સ્ટોરી વાઈરલ થઇ જાય છે. ચંડીગઢ હર્ષિત શર્માની સ્ટોરી આમ જ વાઈરલ થઇ.

પણ હવે એવું લાગે છે કે આપણી સાથે મજાક થઇ ગઈ છે. ઇન્ડિયન એક્ષપ્રેસની ગૂગલ સાથે વાત થઇ, ગુગલે અંગ્રેજીમાં લખ્યું.
“Currently, we don’t have any information on our records with respect to Harshit Sharma’s candidacy,”

આનું ગુજરાતી કઈક આવું છે કે, ગુગલ પાસે હર્ષિત ને લઈને કોઈ કાગળ પત્ર છે નહિ. હર્ષિતે પોતાની નોકરી અને ટ્રેઈનીંગને લઇને જે તમામ વાત કરી અને જે દેશભરના મીડિયામાં છપાઈ. હવે ગુગલ કહી રહ્યું છે કે કોઈ કાગળ છે જ નહિ . તો વધારે સંભાવના એ વાતની છે કે હર્ષિત શર્મા નવા હર્ષદ મહેતા છે. એટલે કે ફ્રોડ. પણ અંતિમ સત્ય અમને પણ ખબર નથી.

હવે જેંતીલાલ રહ્યો ખબરી. હવે ગુગલે કીધું કે કાગળ નથી તો એ કહી દીધું. તો દિલ પર નાં લેતા દોસ્ત. આપણું કામ એકદમ ઈમાનદારી વાળું છે. એટલે જ અમે અસલી ખબર હટાવી નથી રહ્યા. તમે તેને નીચે વાંચી શકો છો. મુખ્ય ઉદ્દેશ એ છે કે જો હર્ષિત સાચો છે તો એની વાર્તા બધા જાણે અને જો નહિ તો એ ખબર પડે કે એ કેટલો મોટો ફ્રોડ છે.

પહેલા પ્રકાશિત ખબર :

ગુગલ બાબા સાક્ષાત મળી જાય તો કોઈક લોકો તેની આરતી કરવા લાગશે, ભોગ લગાવશે અને કલમા વાંચવા લાગશે. એટલે કે પોતાના ઇમાનથી કઈક તો કરી જ નાખશે. કામ જ એવું કરે છે ગુગલ બાબા. કોઈક વાર ભટકેલાને રસ્તો બતાવે છે તો કોઈક વાર બિમારને દવા બતાવે છે. ક્યારેક સ્વાદિષ્ટ વાનગી ચખાડે છે તો ક્યારેક ભૂતકાળમાં લઇ જાય છે. આ વખતે ગુગલે ૧૨માંના એક વિદ્યાર્થીની બલ્લે બલ્લે કરી નાખી. સાંભળો વાર્તા……

ચંડીગઢ, હર્ષિત સરકારી મોડેલ સિનિયર સેકન્ડરી શાળામાં ૧૨માં ધોરણમાં ભણે છે, હર્શીતની નીકળી પડી છે. ગુગલ ચલાવવા વાળાઓએ તેને ચાર લાખ મહિનાનાં સ્ટાઇપેંડ(ટ્રેઈનીંગ માં મળવવા વાળું મહેનતાણું) પર રાખ્યો છે. અને એ પણ એક શરૂઆત છે.

બકોલ ઇન્ડિયન એક્ષપ્રેસ ગુગલે એને ગ્રાફિક ડિઝાઈનરની પોસ્ટ આપી છે. કંપની એને કેલીફોર્નીયા મોકલશે. ત્યાં એક વર્ષ સુધી હર્ષિત બાબુ ચાર લાખ રૂપિયા મહિને કમાશે. પછી પાછા આવીને ગુગલ એને ૧૨ લાખ મહિના ના પેકેજ સાથે નોકરી પર રાખશે. બાળપણથી જ ડિઝાઈનિંગનો કીડો હર્ષિતે કહ્યું છે કે, “ હું વિશ્વાસ નથી કરી શકતો કે મારું સપનું પૂરું થઇ ગયું છે. હું હંમેશાથી ગુગલ સાથે કામ કરવા માંગતો હતો. હું મારી ખુશી વ્યક્ત નથી કરી શકતો. મારા કામનું ફળ મને મળી ગયું છે.”

સરકારી શાળાના એક એવરેજ વિદ્યાર્થીને ડિઝાઈનીંગમાં રસ હતો. તેણે તેના અંકલ રોહિત પાસેથી શીખવાનું શરુ કર્યું. હર્ષિત તેના અંકલ રોહિતનો આભારી છે કે કોઈ પણ પ્રોફેશનલ ટ્રેઈનીંગ વગર તેમણે હર્ષિતને આટલું બધું શીખવાડ્યું. તે કહે છે, “મેં વિચાર્યું નહોતું કે ગુગલ મને સિલેક્ટ કરશે. હું જ્યારે ૧૦ વર્ષનો હતો ત્યારથી મારા અંકલ રોહિત શર્મા પાસેથી ટ્રેઈનીંગ લઇ રહ્યો છું. હવે ધીમે ધીમે આ મારું પેશન બની ગયું છે. હંમેશાથી મારો ઉદ્દેશ્ય ગુગલ સાથે નોકરી કરવાનો રહ્યો છે. હું જે કાઈ પણ છું તે મારા અંકલને લીધે છું.”

હર્ષિતે પોતાના કામ સાથે ગુગલ માં અપ્લાય કર્યું હતું એમાં એના બનાવેલા પોસ્ટર હતા. હમણાં તેના જુનમાં ગુગલે અપોઈન્ટમેન્ટ લેટર આપ્યો છે. ૭ ઓગસ્ટનાં હર્ષિત વિમાનમાં બેસી ને કેલીફોર્નીયા ઉડી જશે.એ સમયે તેના દિમાગમાં આ જ આવશે ને કે, “ આજ મેં ઉપર આસમાં નીચે.”

ગુગલ દિલ ખોલીને નોકરી દેવાના મામલામાં ઘણી વાર સમાચારમાં રહે છે. ઘણીવાર આ પ્રકારના સમાચાર આવે છે. ૨૦૧૫મા ગુગલે આઇઆઇટી ઇન્દોરના એક વિધાર્થીને ૧૭ કરોડની નોકરી ઓફર કરી હતી. કમ્પ્યુટર સાયન્સનાં ફાઈનલ યરનો ગ્રેજ્યુએટ આ વિદ્યાર્થી ગૌરવ અગ્રવાલ છતીસગઢ ભીલાઈનો રહેવા વાળો છે. આ જ રીતે જાદવપુર યુનિવર્સીટીનાં કમ્પ્યુટર સાયન્સ એન્જીનીયરીંગ નાં વિદ્યાર્થી અફીફ અહેમદ ને સિંગાપુરમાં લગભગ એક કરોડ ૧૦ લાખ વાર્ષિક વેતન પર નોકરી ઓફર કરી હતી.

સંકલન : દીપેન પટેલ

ટીપ્પણી