જે પણ મિત્રોને નોકરીને કારણે વારંવાર શહેર બદલવાની જરૂરત પડતી હોય તેવા મિત્રો માટે ખાસ માહિતી… હવે તમે પણ તમારું વ્હીકલ સાથે લઇ જઈ શકશો…

અનેક લોકો પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં કામ કરવા જાય છે, તો તેઓ પોતાની સાથે મોટરસાઈકલ કે સ્કૂટર લઈને જરૂર જાય છે. તો કેટલાક એવા હોય છે જે બીજી જગ્યાએ ટ્રાવેલ કરવા માટે પોતાના ટુ વ્હીલર લઈ જાય છે. આ માટે તમે ટ્રેનથી તમારું ટુ વ્હીલર લઈ જતા હશો. પરંતુ આ માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી તમારા વ્હીકલને કંઈ નુકશાન ન થાય. આ ઉપરાંત ટ્રેનથી ટુ વ્હીલર ટ્રાન્સપોર્ટ કરવા માટે કેટલીક જરૂરી બાબતોને આજે જ જાણી લો.

જો તમે ટ્રેનથી તમારી વ્હીકલ લઈ જઈ રહ્યા છો, તો તે બે રીતે મોકલી શકો છો. પાર્સલ તરીકે અને પેસેન્જરની સાથે લગેજ તરીકે.
પાર્સલ તરીકે બૂક કરવાની રીત

જો તમે ટ્રેનમાં સફર નથી કરી રહ્યા, તો તમારે વ્હીકલ પાર્સ તરીકે બુક કરવાનું રહેશે. આ માટે તમારે ટુ વ્હીલરના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની ફોટોકોપીની સાથે પાર્સલ ઓફિસમાં જવાનું રહેશે. બુકિંગ પહેલા વ્હીકલને સારી રીતે પેક કરવું જરૂરી છે. ટુ વ્હીલરને પેક કરતા ચેક કરો લો કે, પેટ્રોલ ટેન્ક પૂરી રીતે ખાલી છે કે નહિ. વ્હીકલ પર લગાવાતા કાર્ટબોર્ડ પર જે સ્ટેશન પર પહોંચાડવાનું છે તેનું નામ સ્પષ્ટ રીતે લખો. કાર્ટબોર્ડને ટુ વ્હીલર સાથે બાંધો. તમને આ માટે એક ફોર્મ આપવામાં આવશે, જે ભરીને આપવાનું રહેશે. આ ફોર્મમાં પોસ્ટલ એડ્રેસ, વ્હીકલ કંપની, રજિસ્ટ્રેશન નંબર, વ્હીકલનું વજન અને વ્હીકલની કિંમત વગેરે લખવાનું રહેશે.

લગેજ રીતે બુક કરવાની રીત

જો તમે પેસેન્જર તરીકે ટ્રેનમાં સફર કરી રહ્યા છો અને વ્હીકલ તમારી સાથે લઈ જઈ રહ્યા છો, તો તમે તેને લગેજ તરીકે બુક કરી શકો છો. આ માટે તમારે ટ્રેન આવવાના અડધા કલાક પહેલા સ્ટેશન પર પહોંચવાનું રહેશે. ટુ વ્હીલર પેકિંગ, લેબલિંગ અને માર્કિંગ કરવાની રીત એ જ રહેશે, જે પાર્સલ બુક કરવામાં હોય છે. ટુ વ્હીલરને લગેજ તરીકે બુક કરવાના સમયે તમારા ટ્રેનની ટિકીટ બતાવવાની રહેશે. તમને પેમેન્ટની લગેજ ટિકીટ આપવામાં આવશે. જેને તમારી ટ્રેન ટીકિટમાં લખવામાં અને સામેલ કરવામાં આવશે. ટુ વ્હીલરની ડિલીવરીના સમયે ટ્રેન ટિકીટ અને લગેજ ટિકીટ બતાવવાની રહેશે.
પેકિંગ કરતા સમયે આ વાતોનું ધ્યાન ખાસ રાખજો
• ઓરિજિનલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ઈન્સ્યોરન્સ પેપરને તમારી સાથે રાખવાનું ન ભૂલતા.
• પેકિંગ કરતા સમયે ધ્યાન રાખો કે, મોટર સાઈકલને ક્યાંય નુકશાન ન પહોંચે તેવી રીતે પેક કરવું.
• આ ઉપરાંત મોટર સાઈકલ કે સ્કૂટરની ક્લચ અને બ્રેક લીવર્સને ઢીલા કરી દેવા, જેથી તે નીચેની તરફ લટકી જાય. હેન્ડલ બાર પણ ચેક કરી લેજો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી ઉપયોગી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

તમે પણ આવી કોઈ માહિતી જનતા હોવ તો અમને ઈનબોક્સ માં જાણ કરો…

ટીપ્પણી