“બટેટા ની ફરાળી જલેબી” – હવે ઉપવાસમાં ખાવા માટે ઘરે જ બનાવો જલેબી..

આપણે ઉપવાસ કરીએ ત્યારે ફરાળ માં કાંઈક નવું હોય એવું ખાવાનું મન થાય .. અને એમાં પણ જો કોઈ મહેમાન આવે કે જેને ઉપવાસ હોય ત્યારે આ બનાવી ને તેમને ખુશ કરી દેવાય એવી વાનગી આજે હું અહી લાવી છું.. નાનપણ માં મારી મમ્મી ના હાથ ની આ જલેબી બહુ ખાધી છે ….બહુ જ ઓછા લોકો ને ખબર હશે કે બટેટા ની જલેબી પણ બને અને એ પણ ફરાળી ..

“બટેટા ની ફરાળી જલેબી”

બટેટા નું મિશ્રણ બનાવની રીત-

1 and 1/ 2 કપ બટેટા નો માવો સ્મૂધ હોય એવો,
3 ચમચા શિંગોડા નો લોટ ,
3 ચમચા ઘાટું દહીં,

બધી સામગ્રી બરાબર મિક્ષ કરો અને જાડી લીસી પેસ્ટ જેવું હાથે થી મસળી ને બનાવો…કોઈ ગાંઠા ના રહે તેનું ધ્યાન રાખવું..

આ બધી સામગ્રી ને એક પ્લાસ્ટિક ની બેગ માં ભરો. મેં આપણી દૂધ ની થેલી નો ઉપયોગ કર્યો હતો.. તેમાં મિશ્રણ ભરી ને ઉપર રબર અથવા દોરો બાંધી ને કોન જેવું બનાવો અને એક કોર્નર માં કાતર થી નાનું કાણુ કરો જેમાંથી આપણે જલેબી પાડવાની છે.

ખાંડ ની ચાસણી બનાવાની રીત:-

3/ 4 કપ ખાંડ,
1 કપ પાણી ,
2 ઈલાયચી,
થોડું કેસર,

ખાંડ અને પાણી મિક્સ કરો અને એક તાર ની ચાસણી બને ત્યાં સુધી ઉકાળો.
ઈલાયચી અને કેસર ઉમેરી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.

જલેબી પાડવાની રીત-

હવે એક પહોળી કડાઈ માં ઘી મુકો જલેબી તળવા માટે.. ઘી ગરમ થાય એટલે બટેટા ના મિશ્રણ વાળો કોન પકડી ને થોડું પ્રેસ કરતા કરતા ઘી માં જલેબી નો શેપ બનાવો… મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો…

(નોંધ – જો તમને જલેબી નો શેપ બનાવમાં તકલીફ થાય તો થોડો વધુ શિંગોડા નો લોટ બટેટા ના મિશ્રણ માં ઉમેરો…)

હવે જલેબી ને ઘી માંથી નીકાળી ને ગરમ ખાંડ ની ચાસણી માં 1 થી 2 મિનિટ માટે ડુબાડી ને રાખો.

ત્યારબાદ ચાસણી માંથી નીકાળી ને ગરમા ગરમ સર્વ કરો.

આ જલેબી નો ટેસ્ટ મેંદા ની જલેબી કરતા પણ સારો લાગે છે.. ખાધા પછી પણ કોઈ ને વિશ્વાસ નહીં આવે કે આ બટેટા ની બનાવી છે. . હા આ જલેબી નો કલર થોડો જુદો લાગે. ..
તમને ગમે તો મિશ્રણ માં થોડો ફૂડ કલર ઉમેરી શકો…
મને ફૂડ કલર પસંદ નથી એટલે મેં નથી ઉમેર્યું..

આ જલેબી એકદમ ખાવામાં crunchy લાગે છે … એકવાર જરૂર થી બનાવા જેવી આ જલેબી છે…

નોંધ – બટેટા બાફતી વખતે પાણી પોચા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું.. અને 2 કલાક પહેલાં બાફી ને ઠંડા કરી લેવા જેથી મિશ્રણ બરાબર બને અને જલેબી માં બહુ ઘી ના ભરાય જાય..

રસોઈની રાણી જલ્પા મિસ્ત્રી 

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી