Jini Sev no Halavo (જીણી સેવ નો હલવો)

1010447_147911528746631_2068028461_n

 

સુપ્રભાત મિત્રો ,

ચાલો આજે કૈક નવુ ટ્રાય કરીએ .

જીણી સેવ નો હલવો (chana na lot ni save )

 

સામગ્રી :-

1 >મીઠા વગર ની સેવ 2 વાડકી

2>મોળો માવો 1 વાડકી

3>ખાંડ ડોઢ વાડકી

4>પાણી 2 વાડકી પ્લસ એમાં એક સ્પૂન ઘી ઉમેરવું .

5> સાફેદ રોઝ અસ્સેન્સ 5 ડ્રોપ્સ

6>પીળો ખાવાનો કલર 2 પીંચ .

7>બદામ અને પીસ્તા ની કતરી 1 અડધી વાડકી

8>સિલ્વર વરખ ની શીટ 3 .

 

રીત :-

1> સૌ પહેલા એક જાડા તળિયા વાળું નોનસ્ટીક પેન લો . એમાં પાણી અને ખાંડ ઉમેરી ને ગરમ કરો. ખાંડ ઓગળે એટલે એમાં માવો ઉમેરો અને બરાબર હલાવો. બંને મિક્ષ થઇ જાય પછી એમાં સેવો ઉમેરો અને એને બરોબર મિક્ષ કરો . પછી રોઝ એસેન્સ ના ડ્રોપ ઉમેરો .

2> આ બધુ મિક્ષ થઇ જાય એટલે એમા પીસ્તા અને બાદમ ઉમેરી દો . અને પાણી બધુ બળીજાય ત્યારે એક થાળી માં ઘી લગાવી ને આ મિશ્રણ ને પાથરી દો . પછી એની ઉપર સીલ્વર વરખ લગાવી ને પીસ કરી સર્વ કરો .

 

રસોઈ ની રાની :- રૂપલ સથવારા (મેલબોર્ન , ઓસ્ટ્રેલિયા )

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block