જિંદગી ચાલતી રહે છે – એક બોધ સાથેની લાગણીશીલ વાર્તા

એક બાળકના અગત્યની સર્જરી માટેનો ફોન કર્યા બાદ ડોક્ટર ઝડપભેર પગલા ભરતા હોસ્પિટલમાં પ્રવેશ્યાં. તેમણે ફોનનો જવાબ બને તેટલો જલ્દી આપવા પ્રયત્ન કર્યો હતો, તેમણે કપડાં બદલીને સર્જરી રૂમ બાજુ ચાલવા માંડ્યું.

તેમણે બાળકના પિતાને પ્રતિક્ષા ખંડમાં બેઠેલા જોયા.

ડોક્ટરને જોઇને પિતા બોલ્યા, “ તમને આવતા આટલી બધીવાર કેમ લાગી ? તમને ખબર નહોતી કે મારો દિકરો ખતરામાં છે? તમારામાં જવાબદારી જેવું કાઈ ભાન છે કે નહિ?”

ડોક્ટર હાસ્ય અને બોલ્યા, “મને માફ કરશો, હું હોસ્પિટલમાં નહોતો, અને મને ફોન આવતા હું ઝડપ થી આવી ગયો, હવે મહેરબાની કરી ને શાંત થાઓ જેથી હું મારું કામ કરી શકું અને સારવારમાં વધારે મોડું ના થાય.”

“ શાંત થાઉં? અત્યારે તમારો દિકરો અંદર રૂમ માં હોત તો તમે શાંત થાત? તમારો દિકરો મરણ પથારી પર હોત તો તમે શાંત થાત?”

ડોક્ટર ફરીથી હસ્યાં અને બોલ્યા, “ હું એટલું જ કહીશ જેટલું જોબ એ હોલી બૂક માં કીધું છે, “ આપણે માટીમાંથી આવ્યા છીએ અને માટીમાં મળી જશું, ભગવાનનું નામ લઇ ને પ્રાર્થના કરો.” ડોક્ટર જિંદગી લંબાવતા નથી. જાઓ અને તમારા દિકરા માટે બે સારી વાતો કરો, ભગવાનના આશિર્વાદથી અમે અમારા પૂરતાં પ્રયત્નો કરશું.”

“આપણે સંકળાયેલા ના હોઈએ ત્યારે સલાહ આપવી સહેલી છે.” મનમાં ને મનમાં પિતા બોલ્યા.

સર્જરી થોડા કલાક ચાલી , પછી ડોક્ટર હસતાં હસતાં બહાર આવ્યા, “ભગવાનનો આભાર માનો, તમારો દિકરો બચી ગયો છે.” અને પિતાનો જવાબ સાંભળ્યા વગર ડોક્ટર તેમના રસ્તે ચાલવા લાગ્યા અને પિતાને કહ્યું, “તમને કઈ પણ સવાલ હોય તો નર્સ ને પૂછી લેજો.”

“તે આટલા ઉદ્ધત કેમ છે? હું તેમને મારા દિકરા વિશે પુછુ ત્યાં સુધી તે રાહ ના જોઈ શકે.” ડોકટરના ગયા પછી થોડી વાર રહીને જોયેલી નર્સને જોઈને પિતા ને કહ્યું.

આંખમાં આંસુ સાથે નર્સએ કહ્યું, “ ગયા અઠવાડિયે તેમના દિકરાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. તમારા દિકરાની સર્જરી માટે જયારે અમે ફોન કર્યો ત્યારે તે સ્મશાનયાત્રામાં હતા. તેમના પોતાના દિકરાની અંતિમવિધિ પુરી કરવા તે નીકળી ગયા.”
નર્સ ના શબ્દોથી પિતા સ્તબ્ધ થઇ ગયા, શાંતિપૂર્વક અને આભારપૂર્વક તે તેમના દિકરા પાસે ગયા.”

બોધ: ક્યારેક કોઈ વિશે અભિપ્રાયના બાંધો કારણકે તમને તેમના જીવન વિશે અને તેમનું જીવન ક્યાં જઈ રહ્યું છે તેના વિશે કઈજ ખબર નથી.

જો તમને આ વાર્તા ગમી હોય તો દરેકજણ સાથે જરૂર થી શેર કરજો.

– અજ્ઞાત

ટીપ્પણી