જ્વેલરીમાં ટ્રેન્ડમાં છે મોરની ડિઝાઇન્સ, જાણી લો તેની ખાસિયતો વિશે…

- Advertisement -

જ્વેલરીમાં ટ્રેન્ડમાં છે મોરની ડિઝાઇન્સ, જાણી લો તેની ખાસિયતો વિશે

આજની ફેશન કાલે જૂની થઇ જાય છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. આજના આ સમયમાં જ્વેલરીથી લઇને કપડામાં અનેક પ્રકારની ડિઝાઇન દિન-પ્રતિદિન નવી આવતી જોવા મળે છે. આમ, જો જ્વેલરીની વાત કરીએ તો પહેલા ઘુવડ, હાથી અને બિલાડીની ખૂબ જ ડિમાન્ડ હતી જ્યારે હાલના સમયમાં જ્વેલરીમાં મોરની કળાની ડિમાન્ડ વધી રહી છે. તો જાણી લો તમે પણ આજે આ ડિઝાઇનની અવનવી વાતો વિશે…

– થોડા સમય પહેલાં કોલેજની યુવતીઓમાં ગળામાં ઘુવડવાળા લાંબા નેકલેસ પહેરવાનો ટ્રેન્ડ જોરમાં હતો. એ પહેલાં હાથીની મોફિટ ખૂબ ડિમાન્ડમાં હતી. નાનાં બચ્ચાંઓ અને ટીનેજરની જ્વેલરીમાં કિટી, ડોગ, ફિશ વગેરે મોટિફ પસંદ કરવામાં આવતી હતી, પણ હવે આપણું રાષ્ટ્રીય પક્ષી જ્વેલરીમાં પસંદ થઈ રહ્યું છે. સૌથી સુંદર ગણાતા મોરની ડિઝાઇન મોટા ભાગના ઇન્ટરનેશનલ અને લોકલ જ્વેલરી બ્રેન્ડમાં જોવા મળી રહી છે.

– આ પહેલાં દાદી-નાનીઓ પાસે પરંપરાગત સોનાનો મોર-હાર જોવા મળતો હતો. એને આપણે ઓલ્ડ ફેશન કહેતા હતા, પણ હવે આ જ જૂની ફેશન ફરી ટ્રેન્ડમાં છે.

– મોરનાં પીંછાં દેખાતાં હોય એવી ડિઝાઇનો દેખાવમાં વધુ આકર્ષક લાગે છે, કારણ કેમુખ્ય રંગોનો વપરાશ તો પીંછાંમાં જ હોય છે.

– હવેના ડિઝાઇનરો વધુ મોડર્ન ડિઝાઇનો બનાવતા થયા છે. એને લીધે ગાઉન, કે પાર્ટી વેઅર સાથે પણ કોકટેલ જ્વેલરી તરીકે મોરનો કોન્સેપ્ટ વધુ પસંદ થઈ રહ્યો છે. મોરની જ્વેલરી દેખાવમાં સુંદર અને મોડર્ન હોવા છતાં ટ્રેડિશનલ ટચ આપે છે.

– પિકોકનેએક ખૂબ જ સ્ટ્રોન્ગ મોફિટ ગણી શકાય છે, કારણકે મોરની આંખ હોય કે પછી પાંખબધું જ ડિઝાઇનમાં ઉતારવા લાયક હોય છે.

– સિમ્પલ મોર કે કળા કરતો મોર બન્ને કોન્સેપ્ટની વાત જુદી છે. મોર એ મલ્ટિ-કલરનું એક ગજબ અને ખૂબ સુંદર કોમ્બિનેશન છે અને માટે જ મોરનો કોન્સેપ્ટ લઈને બનાવેલી જ્વેલરીમાં ખૂબ જુદા-જુદા શેડ્સ સાથે રમી શકાય છે.

– મોરની ડિઝાઇન મોટા ભાગે ઇયર-રિંગમાં પસંદ કરવામાં આવે છે. એ સિવાય રિંગ, પેન્ડન્ટ્સ, બ્રોચ વગેરેમાં પણ મોરની મોટિફ સુંદર લાગે છે.

– મોરની ડિઝાઇનમાં સેમી પ્રેશિયસ કલર સ્ટોન કે મીનાકારી ખૂબ સારો લુક આપે છે.

– પિકોક જ્વેલરી ખૂબ ટ્રેડિશનલ અને હેવી લાગે છે માટે પોલકી, મીનાકારી અને કુંદનનું કામ આ જ્વેલરીમાં ખાસજોવા મળે છે. તો પણ હવે લોકો લાઇટ વેઇટ જ્વેલરી તરીકે હેવી સ્ટોન કરતાં મીનાકારી વધુ પસંદ કરે છે, જેથી એ ટ્રેન્ડી પણ લાગે અને વજનમાં પણ હલકી હોય.
– ટ્રેડિશન લજ્વેલરી તરીકે મોરનો કોન્સેપ્ટ સૌથી ઉત્તમ ગણાય છે,

– મોરનાં બ્રેસલેટ દેખાવમાં ખૂબ સુંદર લાગે છે અનેજો ઇયર-રિંગ તરીકે પહેરવામાં આવે તો મોરની ડિઝાઇન આખા કાનને ઢાંકવા માટે પૂરતી છે.

– મોરના પીંછાને મેળ ખાતા રંગો એટલે બ્લુ, ગ્રીન, ગોલ્ડન, કોપર વગેરે. અહીં સ્ટોન, હીરા, પ્લેન ગોલ્ડ, ટેક્સચર જેવા ઘણા ઓપ્શન છે.

લેખન સંકલન : નિયતી મોદી

આપની પાસે છે કોઈ આવી જ્વેલેરી? દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી