આજે બનાવતા શીખો જીરા ફ્લેવરનું પનીર.. આ જ ટેકનીકથી તમે બીજી ફ્લેવરનું પણ પનીર બનાવી શકશો…

જીરા ફ્લેવરડ પનીર

અત્યારે પંજાબી સબ્જી નો એટલો ટ્રેન્ડ છે. અને બધા લોકો બાર કરતા ઘર નું ફૂડ વધારે પ્રીફર કરે છે. તો પંજાબી સબ્જી ઘરે બનાવીએ તો તેમાં યુસ થતું પનીર કેમ નૈઇ ? તો ચાલો આજે અપડે બનાવીશું પનીર જે ખુબ જ ટેસ્ટી છે અને ઘરે બનાવવાથી એકદમ ફ્રેશ પણ. પનીર માત્ર પંજાબી સબ્જી માં જ નહિ પરંતુ પનીર થી અપડે કેટલીક સ્વીટ ડીશ પણ બનાવી શકીએ છીએ. પનીર માર્કેટ માં પણસરળ તા થી મળી રહે છે. પરંતુ અપડે આજે કૈક નવો જ ટેસ્ટ આપી ને ઘરે પનીર બનાવીશું કે જે છે જીરા ફ્લેવરડ પનીર.

સામગ્રી:

૧/૨ લીટર દૂધ, દૂધ સાદું પણ ચાલે અને મલાઈ વાળું પણ લઇ શકો.
૧/૨ લીંબુ. અથવા લીંબુ ના ફૂલ,
૧/૨ ચમચી ખાંડેલું જીરું.,
૧/૨ ચમચી માલાઈ.,

રીત :

સૌપ્રથમ પનીર બનાવવા માટે અપડે લઈશું દૂધ. જેટલું પણ પનીર બનાવવું હોય એટલા પ્રમાણ માં અપડે દૂધ લઇ શકીએ છીએ. દૂધ માં પણ અપડે કોઈ પણ દૂધ લઇ શકીએ છીએ માલાઈ વાળું કે સિમ્પલ. માલાઈ વાળું દૂધ વાપરવાથી પનીર એકદમ સોફ્ટ અને ક્રન્ચી બને છે. અને માલાઈ અપડે ઉપર થી પણ ઉમેરી શકીએ છીએ.

પનીર બનાવવા માટે જોઈસે હવે લીંબુ નો રસ આમાં અપડે અડધું લીંબુ લીધું છે જો એટલા માં દૂધ ના ફાટે તો વધારે પણ લઇ સ્કાય છે. જો પનીર બનાવતી વખતે લીંબુ ના હોય તો અપડે તેના ઓપ્શન માં લીંબુ ના ફૂલ પણ લઇ શકીએ છીએ

હવે અપડે દૂધ લીધું છે તેને એક પેન માં કાઢી એકદમ ઉકાળવાનું છે. અને ઉફાનો આવી જાય એટલે તેમાં અપડે લીંબુ નો રસ ઉમેરીસું.

હવે લીંબુ ઉમેર્યા બાદ તેને સતત ચમચા વડે ચલાવતા રેહવાનું છે. જ્યાં સુધી દૂધ માંથી બધું પનીર ના મળી જાય ત્યાં સુધી ચલાવતા રેહવું

હવે દૂધ માંથી મળેલા પનીર ને એક કોટન ના કપડામાં નીતરવા એટલે કે સુકું કરવા માટે મૂકી દેવું. ત્યાર બાદ કોટન ના કપડા ની પોટલી વાડી પનીર ને તાઈટ બાંધી લેવું. જેથી તેમાં રહેલું પાણી છુટું પડી જાય.

ત્યાર બાદ પનીર ને એક બાઉલ માં કાઢી મસળી લેવું. અને તેને વધારે સોફ્ટ બનાવવા માટે મેં તેમાં માલાઈ ઉમેરી છે તે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. હવે તેમાં ઉમેરીસું જીરું જેનું અપડે પનીર માં ફ્લેવર આપવું છે. જીરા થી તે એકદમ સોફ્ટ અને સરસ બની જશે અને તળાયા બાદ જીરું ની સુગંદ પણ ખુબ જ સરસ આવે છે.

હવે પનીર, માલાઈ અને જીરું ને હાથ વડે ખુબ જ મસળી અને તમારે જેવો સેપ આપવો હોય તેવા બાઉલ ક ડીશ માં કાઢી લો. મેં અહિયાં એક ડીશ માં પનીર ને કાઢી લીધું છે.
હવે એને ફ્રીઝ થવા માટે ફ્રીઝર માં મુકીસું. અને જયારે પણ તેનો ઉપયોગ કરવો હોય ફ્રીઝ માંથી કાઢી અને કરી શકીએ છીએ

પનીર હવે ફ્રીઝમાંથી કાઢી તેના ચાર પીસ કરી. અને જીરા વડે ગર્નીસ કર્યું છે. તો તૈયર છે ઘર માં બનતું સરળ અને સરસ પનીર. કે જે છે જીરા ફ્લેવડ નું.

નોંધ: મેં એમાં જીરા નું ફ્લેવર આપ્યું છે તમે કોઈ પણ ફ્લેવર નું પનીર આવીજ રીતે ઘરે ખુબ જ સરળતા થી બનાવી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી