જીરા લચ્છા પરાઠા(jeera lachchaa paraatha)

સામગ્રી :

3 વાટકી ઘઉંનો લોટ
1 વાટકી દહીં
2-3 ટે સ્પૂન શાહી જીરુ
2 ટી સ્પૂન જીરુ પાવડર
2 ટી સ્પૂન ચાટ મસાલો
2 ટી સ્પૂન બૂરૂ ખાંડ
મીઠુ
તેલ અથવા ઘી

રીત :

-ઘઉંના લોટમા શેકેલુ શાહી જીરુ ઉમેરો .
-તેમા જીરુ પાવડર,મીઠું અને બૂરૂ ખાંડ ઉમેરો .
-તેમા સરખુ મોયણ નાખીને દહીંથી પરાઠાનો લોટ બાંધો .જરૂર મુજબ પાણી લેવું .
-આ લોટને 15 મિનીટ રેસ્ટ આપો .
-પછી તેમાંથી એક લૂવો લઇને પરાઠા વણો.તેની પર તેલ અથવા ઘી ચોપડો અને ઉપર ચાટ મસાલો અને થોડો લોટ છાંટો.તેને નાની ઘડી મા લપેટીને રોલ કરો અને હળવે હાથેથી ફરી વણો.
-ગરમ તવા પર મધ્યમ ગેસ પર આ પરાઠાને તેલ અથવા ઘી લગાડીને ચુમંકી પાડીને શેકીલો .
-મનપસંદ રસાવાળા શાક સાથે સર્વ કરો

#દહીંને ગરમ કરી વાપરવું.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!