ખાવાના શોખીનો માટે અમે આજે લાવ્યા છીએ ‘જયપુરી વેજીટેબલ પુલાવ’, તો બનાવો જલ્દી જલ્દી

જયપુરી વેજીટેબલ પુલાવ

સામગ્રી:

૧ વાટકી બાસમતી ચોખા (ચડે એટલે મોટો વાટકો ભાત થઇ જશે),
૧ વાટકી મિક્ષ વેજીટેબલ (બીન્સ, વટાણા, ગાજર),
૨ ચમચી બટર/ઘી,
૧ ચમચો તેલ,
૧ લાલ સુકું મરચું,
૨-૩ લવિંગ,
૧ તમાલપત્ર,
૧ એલચી,
૧ ટુકડો તજ,
૧ ચમચો ઝીણી સમારેલ કોથમીર,
૭-૮ કાજુ,
૭-૮ કીસમીસ,

પેસ્ટ માટે:

૨ નાની ડુંગળી,
૭-૮ કાજુ,
૧ ચમચી ધાણાજીરું,
૧ ચમચી લાલ મરચું,
૨-૩ લીલા મરચા,
૧ ચમચો મલાઈ,
૧/૪ ચમચી એલચીનો ભુક્કો,
૬-૭ કળી લસણ,
૧ ઇંચ આદુ,

રીત:

સૌ પ્રથમ મિક્ષર જારમાં ડુંગળી, કાજુ, ધાણાજીરું, લીલા મરચા, મલાઈ, એલચીનો ભુક્કો, લસણ અને આદુ લઇ પીસી સુવાળી પેસ્ટ બનાવી લેવી. પછી એક વાસણમાં ભાત રાંધી લો, ધ્યાન રહે કે ભાતનો દાણો બહુ ચડી ન જાય.

બીજા વાસણમાં બધા મિક્ષ શાક થોડું મીઠું નાખી કુક કરી લો. એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરવા મુકો, તેમાં લાલ સુકું મરચુંલવિંગ, એલચી, તજ, તમાલપત્ર, કાજુ અને કીસમીસ નાખી હલાવવું પછી તેમાં બનાવેલ પેસ્ટ રેડવી.

તેલ છુટું પડે એટલે તેમાં કુક કરેલા શાક અને મીઠું ઉમેરવા બરાબર હલાવી તેમાં ભાત મિક્ષ કરવા.ભાતમાં બધા શાક અને મસાલા મિક્ષ ન થાય ત્યાં સુધી હલાવું. છેલ્લે કોથમીરથી ગર્નીશ કરવું અને રાયતા જોડે સર્વ કરવું. તો તૈયાર છે જયપુરી વેજીટેબલ પુલાવ.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી