શું તમે જાણો છો હનુમાનજીએ પણ રામાયણ લખેલી છે… જાણો હનુમાનજીના જીવનના અમુક પ્રસંગો…

આજે શનિવાર, હનુમાનજીનો દિવસ આજના દિવસે ઘણા હનુમાન ભક્તો હનુમાનજીના દર્શને જાય છે. હનુમાનજીને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. તેમની સાચા હૃદયથી કરવામાં આવતી ભક્તિને તેઓ સ્વીકાર કરે છે અને દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. આજે અમે તમને તેમના જીવન વિષે થોડું જણાવી રહ્યા છે.

બ્રહ્માજીની ન્યાય સભામાં અંજના નામની સ્ત્રીને ઋષિનો શ્રાપ મળ્યો હતો કે જ્યારે ક્યારેય પણ તે કોઈને પ્રેમ કરશે, તે તેનું મુખ વાંદરા સમાન થઈ જશે. બાદમાં તે સ્ત્રીએ ધરતી પર જન્મ લીધો. પછી તેમને વાનારરાજા કેસરી સાથે પ્રેમ થાય છે અને તેઓ વિવાહ કરે છે. ઋષિના શ્રાપમાંથી મુક્તિ પામવા અને પુત્રની પ્રાપ્તિ માટે અંજના ભગવાન શિવની આરાધના કરવા લાગે છે.

બીજી બાજુ જયારે રાજા દશરથ પુત્ર પ્રાપ્તિ માટે હવનનું આયોજન કરે છે અને દરેક પત્નીને પ્રસાદ સ્વરૂપે ખીર ખવડાવવા આપે છે ત્યારે તેમની પેહલી પત્ની કૌશલ્યના પત્રમાંથી થોડી ખીર એક પક્ષી લઈને ઉડી જાય છે અને તે પક્ષી ધ્યાનમાં લીન અંજના પાસે પોહ્ચે છે. પવન દેવા અને વાયુ દેવ અંજનાને તે ખીર ભગવાન શિવના પ્રસાદ તરીકે આરોગવાનું કહે છે અને તેના કારણે ભગવાન શિવના અવતાર એવા હનુમાનજીનો જન્મ થાય છે.

એક દિવસ માતા સીતા પોતાની માંગમાં સિંદુર પૂરતા હોય છે ત્યારે હનુમાનજી માતાને તેઓ એવું શું કામ કરી રહ્યા છે તેનું કારણ પૂછે છે અને જવાબમાં માતા સીતા એ ભગવાન રામના દીર્ઘાયુ માટે એવું કરી રહ્યા છે એવું જણાવે છે. ત્યારબાદ હનુમાનજી પોતાના પુરા શરીર પર સિંદુર લગાવે છે અને માતા સીતાને જણાવે છે હવે હું પણ પ્રભુ શ્રીરામના દીર્ઘાયુ માટે સિંદુર લગાવીશ.

બ્રહ્મચારી હોવા છતાં પણ હનુમાનજીનો મકરધ્વજ નામનો પુત્ર હોય છે કે જેનો જન્મ માછલીમાંથી થયો હતો. લંકા દહન બાદ હનુમાનજીની પૂંછડીમાં આગ લાગી હતી. તેને ઓલવવા માટે તેઓ દરિયામાં થોડીક વાર બેસી ગયા. ત્યારે તેમના પરસેવાનુ એક ટીપું તે દરિયાની માછલીના પેટમાં જતું રહે છે. આ રીતે માછલીનાં પેટમાંથી મકરધ્વજનો જન્મ થયો હતો.

લંકાના યુદ્ધ પછી ભગવાન રામની સેવા કરવા માટે હનુમાનજી હિમાલય ચાલ્યા ગયા હતા ત્યાં તેમણે હિમાલયની પથ્થર વાળી દીવાલો પર પોતે રામાયણ લખી હતી.

સંસ્કૃત ભાષામાં હનુમાનજીનાં 108 નામો છે. તેમાંનાં કેટલાક મારુતિ, અંજનેય, બજરંગ બલિ, દીનબંધવે, કલનભા, મહાદૂત, રામભક્ત, સર્વગ્રહ, વાગમિને અને યોગિની વગેરે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ રસપ્રદ માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી