જાપાનના ટોકિયો સિટીમાં 20 સેકન્ડ ટ્રેન મોડી પડતાં રેલવે વિભાગે માંગી માફી

જાપાનના રેઇલવે વિભાગના એક ઓપરેટરે 20 સેકન્ડ ટ્રેઇન વહેલી ઉપડતાં ઉભી થયેલી તકલીફ માટે જાહેર માફી માંગી, કેવું આશ્ચર્ય કહેવાય.

સુકુબા એક્સપ્રેસ ટ્રેન ટોકિયોને ઉત્તર તરફના વિસ્તારો સાથે જોડે છે તેને મિનામિ નાગારેયામા સ્ટેશન પરથી 9:44:40ના સમયે ઉપાડવાની હતી તેની જગ્યાએ ટ્રેઇન 9:44:20 સમયે ઉપડી ગઈ.

માત્ર આ જ કારણસર સુકુબા એક્સપ્રેસ કંપનીએ “ગ્રાહકોને તકલીફ થઈ તે બદલ અમે દિલથી માફી માગીએ છીએ. ” તેવી જાહેર માફી માગી.

કંપનીમાં જણાવ્યું, “આ પ્રસંગે કોઈ પણ ગ્રાહકની ફરિયાદ આવી નથી,” તેમણે વધારામાં કહ્યું હતું કે ટ્રેઇન વહેલી ઉપડી જવાથી કોઈ જ પોતાની ટ્રેઇન ચૂકી નથી ગયું.

જાપાનની રેઇલવે સેવાઓ, જેમાં શિનકાનસેન બુલેટ ટ્રેઇન્સ નો પણ સમાવેશ થાય છે તે પોતાની સમયસરતા માટે સમગ્ર જગતમાં પંકાયેલી છે.

અરે સાવ નજીવો સમય પણ જો ટ્રેઇન મોડી પડે તો પણ તેની ગંભીર રીતે માફી માગવામાં આવે છે.

એક જ રૂટ પર મિનિટે-મિનિટે ટ્રેઇનો આવતી જતી હોવાથી મોટી સંખ્યામાં મુસાફરો સાથે સૂમેળ સાધવાનો હોય છે, અરે સાવ ગણતરીની સેકન્ડ જેટલી પણ જો ટ્રેઇન મોડી પડે તો તેની પાછળ બધી જ ટ્રેઇન ડિસ્ટર્બ થઈ જાય છે અને સ્ટેશન પર મુસાફરોની ભીડ જામી જાય છે.

ટોકિયોના સ્ટેશનો પર ડઝનથી પણ વધારેના સ્ટાફને – તેમના પ્રખ્યાત ધોળા મોજા – તૈયાર રાખવામાં આવે છે જેથી કરીને રશ અવર્સમાંની ભીડને પહોંચી વળવા સમયસર ટ્રેઇન ઉપડી શકે. આ સ્ટાફને પેસેન્જરોને ગાડીની અંદર ધક્કો મારવા માટે રાખવામાં આવે છે જેથી કરીને ટ્રેઇનના બારણા બંધ થઈ જાય અને ગાડી સમયસર ઉપડી શકે.

જાપાનની બૂલેટ ટ્રેઇનો પોતાની ગ્રાહક સેવા માટે પણ ખુબ જ પ્રખ્યાત છે. તેઓ પોતાના મુસાફરોને ટ્રેઇનમાં ફૂટબાથ (પગ ધોવાની સેવા) પણ આપે છે જેથી કરીને તેઓ આરામથી સફર કરી શકે.

આ વાતને આટલી ચર્ચામાં આવેલી જોઈ ટ્રેઇનની કંપનીને આશ્ચર્ય થયું કારણ કે તેમનું કહેવું છે કે તેમણે આ પહેલાં પણ ટ્રેઇન વહેલી ઉપડી જવા માટે માફી માગતા જાહેર નિવેદનો આપ્યા છે.

ટ્રેઇન કંપનીના સંવાદદાતાએ જણાવ્યું કે આ માફી સુરક્ષા પ્રક્રિયા અનુસરવામાં નહોતી આવી તે કારણે માગવામાં આવી હતી.

“20 સેકન્ડ્સ મહત્ત્વની નથી… પણ મહત્ત્વનું એ છે કે અમારી ઔપચારિક પ્રક્રિયા કંઈક આ રીતે હોવી જોઈએ એક બેલ ટ્રેઇન ઉપડવાની હોય તે પહેલાં 15 સેકન્ડે વાગે છે, અને ત્યાર બાદ તરત જ દરવાજા બંધ થવાના કારણે સાવચેતી રાખવાની જાહેરાત કરવામાં આવે છે અને ત્યાર બાદ દરવાજા બંધ થાય છે.” તેણે કહ્યું.

આવું અવ્યવસ્થાપન ભવિષ્યમાં સુરક્ષા સમસ્યાઓ ઉભી કરી શકે છે. તેણે આગળ જણાવ્યું હતું, “કે જો ચેતવણી આપ્યા વગર જ ડોર બંધ કરી દેવામાં આવે તો કેટલીક વાર એવા મુસાફરો હોય છે જે ટ્રેઇનમાં કૂદવાનો પ્રયાસ કરે છે અને પછી દરવાજામાં આવી જાય છે.”

પણ તેમની આ માફીએ ખુબ જ ચકચાર મચાવી છે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

દેશ વિદેશની મહત્વની માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ :” જલ્સા કરોને જેંતીલાલ”

 

 

 

ટીપ્પણી