જામનગરની ખસ્તા કચોરી ઘરે બેઠા માણવી છે….???? આ રહી તેની રીત …. !!!! “ખસ્તા કચોરી”

“ખસ્તા કચોરી”

** સામગ્રી :-

– મગની દાળ : ૧૦૦ ગ્રામ,

– વરીયાળી : ૧ ટે.સ્પુન,

– લાલ મરચું પાવડર : ૧ ૧/૨ ટી.સ્પુન,

– ગરમ મસાલો : ૧ ટે.સ્પુન,

– લીંબુ ના ફુલ : ૧ ટી.સ્પુન,

– હિંગ : ચપટી,

– મેંદો : ૨૫૦ ગ્રામ,

– મીઠું : જરૂર મુજબ,

– ઘી : ૨ ટે.સ્પુન,

– બાફેલ બટેટા : ૧ નંગ,

– ફણગાવેલ મગ : ૩ ટે.સ્પુન,

– તીખી ચટણી : ૩ ટે.સ્પુન,

– મીઠી ચટણી : ૧ ૧/૨ ટી.સ્પુન,

– ચાટ મસાલો : ૨ ટે.સ્પુન,

– સંચળ પાવડર : ૧ ટી.સ્પુન,

– સેવ : જરૂર મુજબ,

– કોથમીર : જરૂર મુજબ,

 

** રીત :-

મગની દાળ ને અધકચરી બાફવી. હવે ૧ ટે.સ્પુન તેલ મૂકી હિંગનો વઘાર કરવો. તેમાં વરીયાળી નો ભુક્કો મીઠું, મરચું, ગરમ મસાલો, લીંબુ નાં ફુલ નાખવા. હવે આ મિશ્રણને ઠંડું થવા દેવું. ત્યારબાદ મેંદા માં ઘી નું મુઠી પડતું મોંણ અને મીઠું નાખી પૂરી જેવો લોટ બાંધવો.આ લોટની જાડી નાની પૂરી વણી તેમાં ઠંડો થયેલો મગની દાળ નો મસાલો ભરી હળવા હાથે દબાવી વેલણ ફેરવવું. ધીમા તાપે તળી ગુલાબી રંગ ની થાય એટલે બહાર કાઢવી. હવે કચોરીમાં થોડો ખાડો કરી તેમાં બાફેલ બટેટા ના ટુકડા, ફણગાવેલ મગ, ડુંગળી, તીખી, મીઠી ચટણી સંચળ. દહી, સેવ, કોથમીર બધું જ નાખી સર્વ કરવું.

download (2)DHEFHR

સૌજન્ય : હર્ષાબેન મેહતા (રાજકોટ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી