જામફળ, વરીયાળીની કરી- ખુબ ટેસ્ટી છે મિત્રો આજે જ બનાવો અને ઘરમાં બધાને નવીન લાગશે…

શિયાળો આવે એટલે બજારમાં જ્યાં જોવો ત્યાં જામફળ જોવા મળે ! લેતા લેવાય તો જાય પછી ખૂટે નહિ કેટલા જામફળ ખાવા? કેટલો જ્યુસ પીવો? તો ચાલો આજે કંઈક નવીન જામફળની વાનગી ઘરે બનાવીએ…

સામગ્રી:

૪ નંગ જામફળ,
૧.૫ tbsp લીલી વરીયાળી,
૧ tbsp નારીયેલનું ખમણ,
એક કટકો સુકું લાલ મરચું,
૧ લીલું મરચું,
નાનો ટુકડો આદું,
૧ tsp મગજતરીના બી,
૨ tsp ધાણા,
૧/૨ tsp જીરું,
૨ ટુકડા તજ,
૩ લવિંગ,
ચપટી એલચીનો ભુક્કો,
ચપટી મરીનો ભુક્કો,
હળદર,
૧ tsp રાઈ,
૧ tsp ખાંડ,
૧ tbsp સમારેલી કોથમીર,
૨ tsp તેલ,
ચપટી હિંગ,

રીત:

સૌ પ્રથમ જામફળના કટકા કરી વચ્ચેનો બી વાળો ભાગ નીકાળી તેને પીસી ગરણીમાં ગાળી બીયાવાળો ભાગ દુર કરી માવો અલગ કરવો. નારીયેલનું ખમણ, સુકું લાલ મરચુ, લીલું મરચું, આદું, મગજતરીના બી, ધાણા,જીરું બધાને વાટી પેસ્ટ બનાવી.

તજ,લવિંગનો ભુક્કો કરી એલચી અને મરીના ભુક્કાને ભેગા કરી ગરમ મસાલો બનાવો. ૧ tsp તેલ ગરમ મૂકી હિંગનો વઘાર કરી જામફળના કટકા નાખવા થોડું પાણી ઉમેરી ચડવા દેવું. છેલ્લે વરીયાળી નાખી ઉતારી લેવું.

હવે વાસણમાં ૧ tsp તેલ મૂકી વાટેલો મસાલો સાંતાળવો,બનાવેલો ગરમ મસાલો ઉમેરી થોડીવાર પછી જામફળ વરીયાળી વાળું મિશ્રણ તથા તેનો માવો ઉમેરવો. મીઠું, ખાંડ, હળદર, જરૂર મુજબ પાણી નાખી જાડી રસદાર કરી તૈયાર કરવી. બાઉલમાં કાઢી કોથમીર ભભરાવી. તો તૈયાર છે ગરમ ગરમ જામફળ વરીયાળી કરી પરાઠા જોડે પીરસવા.

રસોઈની રાણી : હિરલ ગમી (જામનગર)

શેર કરો આ વાનગી તમારા જામફળ પ્રેમી મિત્રો સાથે અને દરરોજ વિવિધ વાનગી મેળવવા લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી