“જામફળનું શરબત” છે ટેસ્ટમાં બેસ્ટ, આવી રીતે બનાવજો ઘરે સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને

જામફળનું શરબત

આજે આપણે બનાવીશું જામફળનું શરબત જે ટેસ્ટમાં ખૂબ જ સરસ હોય છે, અને આજે આપણે જે મેથડથી બનાવવાના છીએ તેમાં તમે જામફળની પ્યુરીને ૪-૫ મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકશો જેથી ઉનાળામાં પણ જામફળના શરબતની મજા તમે માણી શકો.

સામગ્રી :

1) ૫૦૦ ગ્રામ જામફળ,
2) ૩૫૦ ગ્રામ ખાંડ,
3) ૧ કપ પાણી,
4) ૨ લીંબુ,

શરબત બનાવવા માટે :

1) ૩-૪ મોટી ચમચી તૈયાર કરેલી પ્યુરી,
2) ૩૦૦ મિલીગ્રામ પાણી,
3) થોડું મીઠું ,
4) શરબતનો મસાલો,

રીત : 

1) સૌથી પહેલા જામફળ ને ધોઈ તેનો ઉપરનો ભાગ કાઢી લો.


2) એક વાસણમાં પાણી ગરમ કરવા મુકો, તે ગરમ થાય એટલે જામફળ તેમાં મૂકી ૨૦ મિનીટ માટે મીડીયમ ગેસ પર વરાળે બાફી લો.


3) હવે ગેસ બંધ કરી જામફળ ને ઠંડા થવા દો.


4) ખાંડ અને પાણી મિક્ષ કરી તેને ગરમ કરવા મુકો
]

5) તેને ૧૫ મિનીટ માટે મીડીયમ ગેસ પર ઉકાળી લો

6) હવે બાફેલા જામફળ નો માવો બનાવી લો

7) ખાંડનું પાણી અને જામફળનો માવો બન્નેને બ્લેન્ડરથી મિક્ષ કરી લો.

8) કાણાવાળા વાડકાથી એને ગાળી લો

9) હવે જામફળની પ્યુરીમાં લીંબુનો રસ એડ કરી દો

10) આ પ્યુરી બનીને તૈયાર છે આને તમે સ્ટોર કરી શકો છો.

 11) શરબત બનાવવા માટે એક વાસણમાં જામફળની પ્યુરી, પાણી, મીઠું અને થોડો શરબતનો મસાલો ઉમેરી બ્લેન્ડર થી મિક્ષ કરી લો.

12) શરબતને સર્વિંગ ગ્લાસમાં લઇ લો.

નોંધ : જામફળ વધુ પાકા કે કાચા ના હોય તેવા લેવા. બને ત્યાં સુધી જો પાતળી છાલ ના જામફળ હોય તો તેનું રીસલ્ટ ખૂબ જ સરસ મળશે. જયારે તમે જામફળની પ્યુરી અને ખાંડનું પાણી મિક્ષ કરો ત્યારે બંને માંથી એક પણ વસ્તુ ગરમ ના હોય તેનું ખસ ધ્યાન રાખવું.

સૌજન્ય : શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી