“જામફળ નું શાક” – ઘરના દરેક વડીલને આ શાક ખુબ જ ભાવશે.. તો ક્યારે બનાવો છો?

“જામફળ નું શાક”

સામગ્રી:

2 પાક્કા જામફળ ,
1 ચમચી જીરું,
1 ચમચી હળદર,
1/2 ચમચી લાલ મરચું,
1 ચમચી ધાણા જીરું,
1 ચમચો ગોળ,
ચપટી હિંગ,
મીઠું સ્વાદ પ્રમાણે,
1 ચમચી લીંબુ નો રસ,
1 ચમચો તેલ,

રીત:

જામફળ ના બી કાઢી નાના ટુકડા કરો
એક કડાઈ માં તેલ ગરમ કરો.
જીરું અને ચપટી હિંગ નાખો.
પછી એમાં કાપેલું જામફળ નાખી થોડું પાણી નાખો.
જામફળ ચડી જાય પછી એમાં હળદર, મરચું,ધાણા જીરું, મીઠું અને ગોડ નાખી ધીમા ગેસ પાર રાખો.
રસો ઘટ થાય એટલે ગેસ બંધ કરો.
લીંબુ નો રસ નાખી રોટલી સાથે સર્વ કરો.

રસોઈ ની રાની: ચિંતન ભાવસાર(દુબઇ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી