ફક્ત દસ મિનિટના ગાળામાં ગોળીઓના 1650 રાઉન્ડ છૂટ્યા અને 1561 ભારતીય લોકોને ઠાર માર્યા હતા…

જો અંગ્રેજ જો….! 😏 તારા વડવાઓ એ અમને લગભગ 190 વર્ષો સુધી બ્રિટિશ હકુમતના પંજામાં ગુલામો તરીકે રાખ્યા. રોબર્ટ ક્લાઈવ એ જુલમખોર અંગ્રેજ હતો, જેણે અમારા દેશ ને તહસ-નહસ કરી નાખ્યો.. અંધકારમય ભવિષ્યમાં ઘાલી દીધો હતો અમારા દેશ ને ! 😔
“જેમ શેરડીના ગાંઠા ને આજનો કાળા માથાનો માનવી ચૂસી ચૂસી ને છોતરા જેવો કરી નાખે એવી હાલત કરી નાખી હતી આ દેશની.. અમારા સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ ગોરા અંગ્રેજોની ક્રૂર યાતના અને દમનથી ભર્યો પડ્યો છે..”

હાયલ તને એની યાદ દેવડાવું એ ગોઝારી ઘટનાની.. 😡

જલિયાંવાલાબાગ

એવા જ અંધકારમયી કાળા અંધારામાં ધામધૂમથી ઉજવાતો વૈશાખીનો તહેવાર કાળમુખા દિવસ તરીકે આવ્યો હતો. દિવસ હતો એ 13 એપ્રિલ 1919 ! કાળા કાયદા તરીકે ઓળખાતા રોલેટ એક્ટના વિરોધમાં અંગ્રેજ શાસન સામે આખા દેશમાં રોષભેર વિરોધનો વંટોળ ઉભો થયો હતો.
( રોલેટ એક્ટ : કોઈપણ વ્યક્તિની ધરપકડ કે કેસ ચલાવ્યા વગર જેલમાં પૂરવાની સત્તા આપતો એક્ટ એટલે રોલેટ એક્ટ 🙄 )

પંજાબના ગવર્નર માઈકલ ઓ’ ડાયરએ કર્ફ્યુનો આદેશ આપ્યો હોવા છતાં પણ, આશરે 25000 જેટલા લોકો અમૃતસરના માર્ગો પર ઉમટી પડ્યા હતા. આટલા લોકો ઉમટી પડ્યા એટલે માઈકલ ઓ’ ડાયરએ મિલિટરી ઓફિસર બ્રિગેડિયર જનરલ રેજીનાલ્ડ ડાયરને બોલાવ્યો. ભૂતના પેટનો એ ડાયર પહેલેથી જ ભારતીયો પ્રત્યે ઘૃણા ધરાવતો હતો. એ જ દિવસે જલિયાંવાલા બાગમાં કર્ફ્યુની અને એ મિલિટરી ફોર્સ ની ચિંતા વગર જલિયાંવાલા બાગમાં યોજાયેલી સભામાં ઘણા લોકો ઉમટી પડ્યા’તા. એ દિવસે સાંજે 4:30 વાગ્યે જલિયાંવાલા બાગમાં શહીદોને અંજલી આપવા અને બધાના પ્યારા નેતાઓ ડૉ. કિચલું અને ડૉ. સત્યપાલની ધરપકડનો તેમજ રોલેટ એક્ટ નો વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવેલ હતું.

આવી રીતના લોકોનો જુસ્સો જોઈને એમને સબક શીખવવા માટે મિલિટરી ફોર્સ, બખ્તરિયા ગાડીઓ સાથે લઈને એ રેજીનાલ્ડ ડાયર જલિયાંવાલા બાગમાં આવી ચડ્યો. એ સભામાં ઇન્કલાબી નેતા હંસરાજનું ભાષણ શરૂ થયું અને એમની મિલિટરી ફોર્સ એ સાડા સાત ફૂટના સાંકડા દરવાજે બાગમાં આવી અટકી અને જન-મેદની તરફ બંદુકો રાખીને ગોઠવાયી ગયા. આ બંદોબસ્ત સલામતી માટે કે હવામાં ગોળીબાર કરવા માટે હશે એવું ત્યાંની જન-મેદની માની બેઠી. આ માનવાથી જ એમનું અનુમાન ખોટું પડ્યું અને એ સાથે જ ડાયર ના મોઢેથી હુકુમ છૂટ્યો…

“ફાયર”

એવો હુકુમ છૂટતા જ એ સમયની કહેવાતી પોઇન્ટ થ્રી નોટ થ્રી એન્ફિલ્ડ રાયફલોમાંથી ગોળીઓનો વરસાદ વરસવા લાગ્યો. અંધાધૂંધી મચી ગયી. ભાગી છૂટવાનો બંધ રસ્તો અને નિ:સહાય બનેલા મારા ભાઈઓ, બહેનો અને નાનકડા ભૂલકાઓને નિશાન બનાવી સાવ બેરહમીથી મારી નાખવા લાગ્યા. મેઈન દરવાજો બંધ હતો કાળસમા યમરાજો ત્યાં ગોળીઓ વરસાવતા હતા, બાગના એક બંધ રહેતા એક દરવાજા પાસે મૃતદેહો નો ઢગલો થયો હોવાથી બચવા માટે એક કૂવો જ બાકી રહ્યો હતો. જીવ બચાવવા એ સેંકડો લોકો કુવામાં ઝંપલાવી કરુણ રીતે મોતને ભેટ્યા. ફક્ત દસ મિનિટમાં તો બધું વેરવિખેર કરી નાખ્યું એ નિર્દયી મિલિટરી ફોર્સે. આ દસ મિનિટના ગાળામાં ગોળીઓના 1650 રાઉન્ડ છૂટ્યા અને 1561 લોકોને ઠાર માર્યા હતા. બાગના એ “મોતના કુવા” માંથી બીજા દિવસે 127 મૃતદેહોને બહાર કાઢ્યા હતા. 😟 😟 😟 😟

આ રીતના અંગ્રેજ..! તારા વડવાઓએ આવી નિર્દયતા દેખાડી હતી. આવી રીતના હાહાકાર મચી જતા ખાલી દેખાડા માટે એક “હન્ટર-કમિશન” બેસાડી તપાસ કરવા બેસાડ્યું. ફક્ત ઘોંચું રમાડવા માટે એ ડાયર ને કસૂરવાર ઠેરાવ્યો. ત્યાં બ્રિટનમાંના અંગ્રેજો આ ડાયરના ખૂની કારસ્તાન ને બિરદાવી રહ્યા હતા અને એણે બ્રિટિશ રાજનો તારણહાર પણ માન્યો.

આ ઘટના એક રીતના અમારી આઝાદીનો ટર્નિંગ પોઇન્ટ બની હતી, નિહથ્થા ભારતીયો પર દમન ગુજારતા અંગ્રેજોના દુષ્કૃત્યો પહેલીવાર દુનિયા ને જાણવા મળ્યા અને ગાંધીજી ની અહિંસક ચળવળ જગજાહેર થઈ.
બાદમાં આ ઘટના નો બદલો પણ લેવાઈ ગયો હતો.. એક ક્રાંતિકારી સરદાર ઉધમ સિંહ આ ભયાનક નરસંહારથી ખૂબ વિચલિત થયા હતા અને તેમને જનરલ ડાયરને ઉલારી નાખી ખત્મ કરવાના શપથ લીધા. થોડા દિવસો પછી ડાયર પાછો ઈંગ્લેન્ડ ચાલ્યો ગયો. ઉધમ સિંહે બદલો લેવા માટે પોતાનો પાસપોર્ટ બનાવ્યો અને ઈંગ્લેન્ડ ગયા. પોતાનો હેતુ પૂરો કરવા માટે અહીં તેમને પૂરા સાત વર્ષ લાગી ગયા. 13 માર્ચ 1940ના રોજ જનરલ ડાયર લંડનના કૉક્સટન હૉલમાં એક સભામાં સામેલ થવા માટે ગયો.

ઉધમ સિંહે એક મોટી પુસ્તકને વચ્ચેથી કાપીને તેની અંદર રિવોલ્વર સંતાડી રાખી હતી. મોકો મળતાની સાથે તે મંચ પર ઉપસ્થિત ડાયરને ટાર્ગેટ કરી 6 ગોળીઓ ચલાવી. જો કે ડાયરનું તો માત્ર બે ગોળીમાં પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જનરલ ડાયરને મારીને ઉધમ સિંહ ત્યાંથી ભાગ્યા નહીં પરંતુ તેને પોતાની ધરપકડ કરાવી..

( ઉધમસિંહ ની દઢશક્તિ અને મક્કમતા જોવી હોય તો, આ ઘટના બની એ તારીખ અને ઉધમસિંહ એ ડાયરને માર્યોએ તારીખ ધ્યાનથી જોજો.. જ્યારે થામી જ લીધું હતું કે ડાયરને ટપકાવી દીધો એ ઉંમર.. 😳 )
4 જૂન 1940 ના રોજ ઉધમસિંહને હત્યાના ગુનામાં ફાંસીની સજા આપવામાં આવી અને ૩૧ જુલાઈ ૧૯૪૦માં પેન્ટનવિલે જેલમાં તેમને ફાંસી આપવામાં આવી… આમ, પોતાનું જીવન દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધું.

( ફોતુ માં દેખાડ્યો છે એ જ હતો મોતનો કૂવો અને બીજો ફોટો છે એ ઉધમ સિંહ )
આવી જ ગોઝારી યાદ સાથે નટખટ 🐒 ના…
જય હિન્દ – જય ભારત 🙏

સંકલન : અશ્વિની ઠક્કર

સાભાર : નટખટભાઈ

જેંતીલાલ અને ટીમના સલામ છે એ આઝાદ ભારતના લડવૈયાને..

કોઈપણ પોસ્ટ શેર કરો કે ના કરો ચાલશે પણ આ દેશભક્તની યાદમાં આજે આ પોસ્ટ શેર જરૂર કરજો…

ટીપ્પણી