એકવાર જેક સ્પેરો બારમાં જાય છે

- Advertisement -

Jack-captain-jack-sparrow-32570245-1920-796જેક સ્પેરો બારમાં જાય છે. તો બારટેન્ડર જેણે તેને ઘણા લાંબા સમય પહેલા જોયો હતો તે કહે છે, ”મેં તને પહેલા આવો ક્યારે જોયો નથી. તું ખુબ ભયંકર દેખાય છે. શું થયું.?”

“તારો શું મતલબ છે?” જેક સ્પેરોએ કહ્યું, “હું એકદમ બરાબર છું.”

“તારો એક પગ લાકડાનો કેમ છે? પહેલા તો એ હતો નહીં.”

“અરે, એ તો અમારી એક લડાઇ થઇને મારા પગ પર તોપનો ગોળો ફુટ્યો, પણ હવે બધુ બરાબર છે..”

“અચ્છા, પણ એક હાથની જગ્યાએ આ હુક શા માટે છે? “તારા હાથ ને શું થયુ હતું?”

“અમે એક બીજુ યુધ્ધ લડી રહ્યા હતા. હું જહાજ પર ગયો અને તલવારથી લડવા લાગ્યો. લડાઇમાં મારો હાથ કપાઇ ગયો. પછી તેની જગ્યાએ હુક લગાડી દીધો. પણ હવે હું ખરેખર ફાઇન છું.”

“અને આ એક આંખ પર કાળી પટ્ટી કેવી છે?”

“ઓહ, એક દિવસ અમે દરિયામાં હતા અને ઉપરથી પક્ષીઓ ઉડી રહ્યા હતા. મેં ઉપર જોયુ તો એક પક્ષીએ ચરક ફેંકી જે મારી આંખમાં પડી ગઇ.”

“તું મજાક કરે છે,” બારટેન્ડરે કહ્યું, “પક્ષીની ચરકથી તારી આંખ કેવી રીતે જઇ શકે.”

“એ દિવસે જ મેં હુક પહેર્યો હતો”

ટીપ્પણી