જૈન છોલે (Jain Chhole)

સામગ્રી :

૧ કપ.. બાફેલા છોલે ચણા
૩ ટામેટાં ની પ્યૂરી
૨ ટે સ્પૂન.. તેલ
જીરૂ
૨-૩.. લવીંગ
૨ આખી ઇલાયચી
તમાલપત્ર
હળદર
લાલ મરચું
૨ ટે સ્પૂન.. કાજૂ / મગજતરી ની પેસ્ટ
૧/૨ ટે સ્પૂન.. છોલે મસાલો
મીઠુ
કોથમીર

રીત :

• છોલે ચણાં ને ૬-૮ કલાક પલાળી બાફી લો.
• પેન માં તેલ મૂકી લવીંગ, ઇલાયચી, તમાલપત્ર, જીરૂ નો વઘાર કરી ટામેટાં ની પ્યૂરી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરો.
• હળદર, લાલ મરચું, છોલે મસાલો ઉમેરી કાજૂ ની પેસ્ટ ઉમેરી જરૂર મૂજબ પાણી રેડી ૬-૮ મિનિટ કુક કરો. પછી બાફેલાં ચણા, મીઠુ ઉમેરી ૨ મિનિટ રાખી કોથમીર ઉમેરી પરાઠા, ભટૂરે, પૂરી કે જીરા રાઇસ સાથે સર્વ કરો.
તૈયાર છે જૈન છોલે.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી અચૂક કોમેન્ટ માં કહેજો !

ટીપ્પણી