“જૈન છોલે” – જૈન મિત્રો તમે પણ બનાવજો ટેસ્ટી છોલે…

“જૈન છોલે”

સામગ્રી :

૧ કપ.. બાફેલા છોલે ચણા,
૩ ટામેટાં ની પ્યૂરી,
૨ ટે સ્પૂન.. તેલ,
જીરૂ,
૨-૩.. લવીંગ,
૨ આખી ઇલાયચી,
તમાલપત્ર,
હળદર,
લાલ મરચું,
૨ ટે સ્પૂન.. કાજૂ / મગજતરી ની પેસ્ટ,
૧/૨ ટે સ્પૂન.. છોલે મસાલો,
મીઠુ,
કોથમીર,

રીત :

• છોલે ચણાં ને ૬-૮ કલાક પલાળી બાફી લો.
• પેન માં તેલ મૂકી લવીંગ, ઇલાયચી, તમાલપત્ર, જીરૂ નો વઘાર કરી ટામેટાં ની પ્યૂરી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરો.
• હળદર, લાલ મરચું, છોલે મસાલો ઉમેરી કાજૂ ની પેસ્ટ ઉમેરી જરૂર મૂજબ પાણી રેડી ૬-૮ મિનિટ કુક કરો. પછી બાફેલાં ચણા, મીઠુ ઉમેરી ૨ મિનિટ રાખી કોથમીર ઉમેરી પરાઠા, ભટૂરે, પૂરી કે જીરા રાઇસ સાથે સર્વ કરો.
તૈયાર છે જૈન છોલે.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી