જહાંગીર ખીચડી – આજે જયારે ખીચડીને દુનિયાભરમાં બહુમાન મળી રહ્યું છે ત્યારે વાંચો આ માહિતી…

બાદશાહ જહાંગીર ગુજરાતની યાત્રા પર આવ્યા હતા. ત્યાં તેમણે એક ગામના લોકોને કંઈક ખાતા જોયું હતું. બાદશાહને પણ તે ખાવાની ઈચ્છા થઈ હતી. જ્યારે તેમને આ વ્યંજન પિરસવામાં આવ્યું, તો તેમને એટલું પસંદ આવ્યું કે, તેમણે કહ્યું, વાહ. તે વસ્તુ ખીચડી હતી. મૂંગની દાળની ખીચડી. જેમાં ચોખાને બદલે બાજરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બાદશાહને લાગ્યું કે, આ વ્યંજન મુઘલ પાકશાળામાં પણ બનાવવું જોઈએ. તેમણે તરત એક ગુજરાતી રસોઈયાને શાહી પાકશાળામાં નિયુક્ત કર્યો. ખીચડી હવે શાહી મહેલ પહોંચી ગઈ હતી. ત્યાં તેના પર વધુ પ્રયોગ કરાયા. કેટલાક લોકો કહે છે કે, ખીચડીને હકીકતમાં શાહજહાએ મુઘલ કિચનમાં સામેલ કરી હતી. મુઘલ બાદશાહોને અનેક પ્રકારની ખીચડી પિરસવામાં આવી હતી.

ડ્રાય ફ્રુટ્સ ખીચડીની લાજવાબ ખીચડી

મુઘલ પાકશાળામાં એક ખાસ પ્રકારની ખીચડી બનાવવામાં આવતી હતી. જેમાં ડ્રાય ફ્રુટ્સ, કેસર, તજ, જાવિત્રી, લવિંગ અને અન્ય મસાલાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે તે બન્યા બાદ ટેબલ પર આવતી હતી, તો તેની લાજવાબ સુગંઘ બધા પર કયામત જેવી બનીને વરસતી હતી. જીભ પર પાણી આવવા લાગતું હતું. ત્યારે તેની સામે બીજા વ્યંજન ફીક્કા લાગતા હતા.

સામાન્ય રીતે ખીચડી વિશુદ્ધ શાકાહારી વ્યંજન છે. પંરતુ મુઘલકાળમાં માંસાહારી ખીચડીનો પણ સફળ પ્રયોગ થયો છે. જેને હલીમ કહેવામાં આવે છે. બંગાળમાં તહેવારો દરમિયાન બનનારી ખીચડી તો બહુ જ સ્વાદિષ્ટ રહેતી. જેમાં બદામ, લવિંગ, જાવિત્રી, જાયફળ, દાલચીની, કાળી મિર્ચી મિક્સ કરીને એટલી સ્વાદિષ્ટ બનાવવામાં આવતી કે લોકો આંગળા ચાટતા રહી જતા.

ખીચડી હકીકતમાં હાનિરહિત શુદ્ધ આર્યુવેદિક ખોરાક છે. તેમજ સ્વાદિષ્ટતા અને પોષકતાથી ભરપૂર હોય છે. વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ જોઈએ તો ચોખા અને દાળને સંતુલિત માત્રામાં મિક્સ કરીને તેને પકાવવામાં આવે છે, તો તેમાં એમિનો એસિડ તૈયાર થાય છે, જે શરીર માટે બહુ જ જરૂરી છે. કહેવાય છે કે, ખીચડીથી વધુ સારું પ્રોટીન બીજા કશાયમાં નથી.

ખીચડી તારા કેટલા રૂપ

શું તમને ખબર છે કે, ખીચડીનું મૂળ ક્યાં છે. કહેવાય છે કે, તેની શરૂઆત દક્ષિણ ભારતમાં થઈ હતી. કહેવાય છે કે, તેમાં મિસરને મળતી આવતી ડિશ ખુશારીમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવે છે. આજે પણ તમે ગુજરાતથી લઈને બંગાળ સુધી જતા રહો, દેશ હોય કે દક્ષિણ એશિયામાં ફરી આવો, દરેક જગ્યાએ તમને ખીચડી જરૂર મળશે. પરંતુ તેના સ્વાદ અલગ અલગ હોય છે. મહારાષ્ટ્રમાં ઝીંગા માછલી નાખીને એક ખાસ પ્રકારની ખીચડી બનાવવામાં આવે છે. ગુજરાતના ભરૂચમાં ખીચડીની સાથે કઢી જરૂર સર્વ કરે છે. અંગ્રેજોએ પણ ખીચડીમાં પોતાની રીતે બનાવી છે. તેમાં દાળની જગ્યાએ ઈંડા અને માછલી મિક્સ કરી હતી. પછી આ ડિશને એક નામ આપ્યું, કેડગેરે, જેને બ્રિટિશ નાસ્તો બનાવ્યો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી રસપ્રદ માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી