કેમ જાડા લોકો એમની એક નોર્મલ જીંદગી ના જીવી શકે?

 

એમાં શું મોટી વાત છે?

કેટલાક લોકો પોતે કેવા દેખાય છે એ બાબતે કેમ આટલા બધા ભ્રામક ખ્યાલો ધરાવતાં હોય છે.? કેમ જાડા લોકો એમની એક નોર્મલ જીંદગી ના જીવી શકે? આપણે એક એવા છીછરા સમાજમાં જીવીએ છીએ કે એ એમજ માને છે કે દરેક વ્યક્તિનો દેખાવ એકસરખો જ (પાતળો) હોવો જોઈએ અને અમુકજ વજન હોવું જોઈએ. શું પાતળાં હોવું એ એકજ આદર્શ અને સર્વ સ્વીકાર્ય શારીરિક બાંધો કે આકાર છે?

હું જયારે વધારે વજનવાળા લોકોને જોઉં છું તો આ પ્રશ્નો મારા મનમાં ઉદભવે છે. આ બાબત એટલીજ જટિલ છે જેટલું કે ઘઉંને કુશકી થી અલગ કરવી. ડોકટરો અને ન્યુટ્રીશિયનો જયારે એમ કહે છે કે “તમારે થોડું વજન ઉતારવાની જરૂર છે એનાથીજ તમારી સમસ્યાઓ હલ થઇ જશે.” ત્યારે તેઓ કોઈના દેખાવની આલોચના કરે છે એવું જરાય નથી હોતું અને એ કોઈ બીમારીનો આદર્શ, પ્રમાણભૂત ઉપાય છે એમ પણ ના કહી શકાય. આ વિશે કેટલાક તથ્યો આપણને સચોટ માહિતી આપી શકશે –

૧. જયારે કોઈ વ્યક્તિનું વજન વધે છે ત્યારે ચરબી પેટની આસપાસ જમા થવા લાગે છે અને ત્યારબાદ વજન વધવાની ભાત પ્રમાણે શરીરના બીજા ભાગોમાં પ્રસરે છે.

૨. બધાજ મહત્વપૂર્ણ અવયવો ધડમાં આવેલા હોય છે માટે આદર્શ રીતે જોઈએ તો ધડમાં રક્તનું ભ્રમણ બરાબર રીતે થાય તે ખુબજ જરૂરી છે.

કલ્પના કરો- એક મોટા ખોખામાં એક ફુલાવેલો ફુગ્ગો બરાબર વચ્ચોવચ મુકો. ફુગ્ગાની ચારે બાજુ મોટા ઓશિકાઓ ગોઠવો અને પછી જુઓ તો ફુગ્ગો એકદમ દબાઈ ગયેલો હોય છે એને સહેજ સ્પર્શ કરો તોપણ તે ફૂટી જશે. આજ વસ્તુ તમારા ધડ સાથે થાય છે. માટે તમારા ધડ માં અને પેટની આજુબાજુ ચરબી જમા થતી રોકો.

૩. પેટની આજુબાજુ થોડી ચરબી શું નુકસાન કરવાની હતી?

-તમે થોડું કામ કરો કે થોડું ચાલો કે થોડી કસરત કરો તો તમને થાક લાગશે અને હાંફ ચડશે.

-ફેફસાના સ્વાસ્થ્યને ગંભીર અસરો થશે.

-તમને સુસ્તી અને હતાશાનો અનુભવ થશે.

-તમે જલ્દી ગુસ્સે થઇ જશો અને એલર્જી થવાની શક્યતા રહેશે.

-લીવર માંથી ઝેરી કચરો (toxins) બરાબર બહાર નહિ ફેંકાય.

-પથરી ની સમસ્યાઓ થશે કીડની બરાબર કામ નહિ કરે.

-વારંવાર મૂડ સ્વીન્ગ્સ આવશે એટલેકે તમારા મૂડમાં વારેવારે ઉતાર ચડાવ આવશે.

-હોર્મોન્સની સમસ્યાઓ થશે.

-એડ્રીનલ ગ્રંથીના કામમાં અવરોધ આવશે.

૪. જયારે ડોક્ટર તમને વજન ઉતારવાની સલાહ આપે છે તેનો અર્થ એ છે કે તમારે તમારી દિનચર્યામાં પરિવર્તન કરવાની જરૂર છે. તમારા શરીર, આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે સજાગ બનો. અને મહેરબાની કરીને “જીવનના આનંદ’ની “ખોટી જીવનચર્યા” સાથે ગેરસમજ ના કરશો. તમારું સ્વાસ્થ્ય તમારા શરીરની પરીસ્થીતી નું પ્રતિબિંબ છે અને તમારા જીવનનો આનંદ એ તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. જીવનને જવાબદારીપૂર્વક માણો.

૫. હમેશાં આપણે જયારે કોઈના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ છીએ તો આપણે તેમની તંદુરસ્તી વિશે વાત કરતાં હોઈએ છીએ. તો ચાલો શેની રાહ જુઓ છો?

 

સ્વીમીંગ કરો, ચાલવા જાઓ, દોડવા જાવ, ઉછળો કુદો, ડાન્સ કરો, વિવિધ રમતો રમો, અને વખાણો સાંભળીને ખુશ થાવ.

તમારો પ્રભાવ કેવો છે એનો આધાર તમે કેટલું વજન ધરાવો છો એના ઉપર આધાર રાખે છે. ઉપરાંત શક્તિ, સ્ફૂર્તિ, પરિસ્થિતિ અંગેના તમારા વલણ અને ઉત્સાહ ઉમંગ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાદો અને યોગ્ય ખોરાક ખાવ, સારી ઉંઘ લો, તંદુરસ્ત રહો અને થોડો હરવા-ફરવાનો આનંદ માણો.

સંકલન : દીપેન પટેલ

ટીપ્પણી