આઈ.વી.એફ સારવાર – આધુનિક મૅડિકલ સાયન્સનું નિ:સંતાન દંપતીઓ માટે એક વરદાન..વાંચો…સમજો..

ટેસ્ટ ટ્યૂબ બેબી (આઈ.વી.એફ) સામાન્ય રીત હવે ખૂબપ્રચલિત બનેલો મેડિકલ શબ્દ છે. ઉંમર, જીવનશૈલી, વ્યવસાય,સ્ટ્રેસ, શારીરિક સમસ્યાઓ વિગેરેને કારણે ઘણી વખત પુરુષઅને સ્ત્રી સામાન્ય પ્રક્રિયા દ્વારા સંતાન પ્રાપ્તિ કરી શકતા નથી.આવા સંજોગોમાં વંધ્યત્વ નિવારણ માટે આઈ.વી.એફ સારવારએક ઉત્તમ વિકલ્પ બને છે.

આ ઉપરાંત, સામાજિક રીતે પણ જે દંપતીને સંતાન ન થતુ હોયતેમને સામાજિક મહેણાં- ટોણાંઓનો ભોગ બનવું પડે છે, તોક્યારેક પારિવારિક કલેશ પણ પેદા થાય છે. કેટલાક અક્ષરજ્ઞાનહોવા છતાં મેડિકલ સારવાર ને બદલે દોરા, ધાગા, ભૂત-ભુવાઅથવા કોઈપણ અવૈજ્ઞાનિક ઉપચારોનો આધાર લઈને બાળકમાટે પ્રયત્નો કરે છે. આવા સંજોગોમાં આપણાં સમાજમાં આઅંગે સાચી માહિતી અને સારવારની પ્રક્રિયાઓ તમામ સ્તરનાલોકો સુધી પહોંચે તે પણ ખૂબ જરૂરી છે.

મિત્રો, આપને જાણીનેનવાઈ લાગશે પરંતુ મેડિકલ સાયન્સ હવે આ દિશામાં ખૂબ જઆગળ વધી ગયું છે અને દિન-પ્રતિદિન વંધ્યત્વ નિવારણમાંઅનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યું છે. નવા સંશોધનો થતાં વંધ્યત્વમાટે ધણી બધી પધ્ધ્તિઓ ઉપલબ્ધ થઇ છે, આઈ.વી.એફ પણઆમાંથી એક પધ્ધતિ છે. વંધ્યત્વના કિસ્સામાં સ્ત્રીનીસોનોગ્રાફી, એક્સ-રે, હિસ્ટ્રોસ્કોપી, લેપ્રોસ્કોપી વિગેરે થી તેમજપુરુષના વીર્યના અને અન્ય વિવિધ પ્રકારના ટેસ્ટ દ્વારાતબક્કાવાર યોગ્ય સારવારની પધ્ધતિ નક્કી કરવામાં આવે છે.

આઇ.વી.એફ એટલે શું?

I = In= માં
V=Vitro = શરીરની બહાર
F = Fertilization= ફલીનીકરણ
જ્યારે સ્ત્રીબીજ અને પુરુષબીજના ફલીનીકરણ ની પક્રિયાશરીરની બહાર લૅબોરેટરીમાં કુત્રિમ રીતે કરવામાં આવે છે તેપક્રિયાને IVF કહેવામાં આવે છે.

આ રીતે સ્ત્રી બીજ અને પુરુષ બીજ ને શરીર બહાર કાઢી લઇતેને ફલન કરી ગર્ભ શરીરની બહાર બનાવામાં આવે છે. બે થીપાંચ દિવસ સુધી આ ગર્ભ શરીરની બહાર લેબમાં પૂરતીકાળજીથી ઉછેરવામાં આવે છે અને ગર્ભ સફળ બને ત્યારબાદગર્ભાશયમાં આધુનિક સાધનોથી સ્થાપિત કરવામાં આવે છે પછીઆ ગર્ભ માતાના ગર્ભાશય માં કુદરતી રીતે વિકાસ પામે છે.તેનેIVF કે ટેસ્ટ ટ્યૂબ બાળક માટેની સારવાર કેહવાય છે.

સ્ત્રી બીજ અને પુરુષ બીજનું ફલન કરી સારા પસંદ કરેલ ગર્ભનેગર્ભાશય સુધી પહોચાડવા સુધી નું કામ આ સારવારમાં કરવામાંઆવે છે.

સામાન્ય રીતે સ્ત્રીઓમાં વંધ્યત્વના મુખ્ય કારણોમાં, બીજ નબનવું, ફેલોપિયન ટ્યૂબમાં બીજનું વહન સારી રીતે ન થવું, સ્ત્રીબીજ નિયમિત રીતે બહાર ન આવે, ફેલોપિયન ટ્યૂબ બંધ હોવું , ગર્ભાશયનું મુખ શુક્રાણુનું વહન સારીરીતે ન કરે, ઉપરાંત સ્ત્રીના શરીરમાં ગર્ભ ધારણ માટે જરૂરી હોર્મોન્સની ખામી અથવાઅમુક હોર્મોન્સનું વધુ પ્રમાણ વિગેરે કારણો જવાબદાર હોઈ શકેછે.

જ્યારે 30-40 ટકા કિસ્સામાં વંધ્યત્વ માટે પુરુષ જવાબદાર હોઈછે. પુરુષ બીજ જરૂરી પ્રમાણમાં અને ગુણવત્તા યુક્ત ઉત્પન્ન નથાય કે વહન થતું જ ન હોઈ અને વીર્યમાં શુક્રાણુઓની સંપૂર્ણઉણપ હોવી, શુક્રાણુનું પ્રમાણ ઓછું હોઈ સાથે ગતિશીલતાઓછી હોઈ કે અનિયમિત આકાર ધરાવતા શુક્રાણુનું વધારેપ્રમાણ, સંભોગમાં વીર્ય સ્ખલનમાં શારીરિક કે માનસિક તકલીફહોઈ વીર્યની માત્ર ઓછી હોવી વિગેરે કારણો હોઈ શકે છે.

IVF ના અનેક ફાયદા છે.જેમકે, ટેસ્ટ ટ્યૂબ બેબી સારવાર પદ્ધતિખુબજ સરળ છે. સારવારના પ્રયત્નમાં ગર્ભધારણ કાવાનીશક્યતા આ સારવારમાં વધારે રહેલી છે. આ સારવાર સરળ છેકોઈ ઓપરેશન, ટાંકા જરૂરી નથી.

સ્ટર્લિંગ જિનેસિસ ના નિષ્ણાત ડૉક્ટર્સ દ્વારા આઈ.વી.એફસારવાર વિશે સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે સ્ટર્લિંગહૉસ્પિટલ, વડોદરા દ્વારા લાઈવ ટૉકનું આયોજન કરવામાં આવ્યુંછે. ડૉ. સુષ્મા બક્ષી તથા પ્રો. પોલ વર્મા દ્વારા આ ટોકમાંમાર્ગદર્શન આપવામાં આવશે. આ અંગે આપના કોઈ પણપ્રશ્નોનો જવાબ લાઈવ સેશન દરમિયાન મેળવવા માટે http://www.facebook.com/SterlingHospitalVadodara લિંક કરો અને તા. 27.9.2017, બુધવાર ,બપોરે 3 થી 4 દરમિયાન લાઈવ સેશનમાં અવશ્ય જોડાઓ..

ટીપ્પણી