IPL-2018 ની ઓપનિંગ સેરેમનીમાં ઋૃતિક, વરુણ અને પ્રભુદેવા સ્ટેજ પર લગાવશે આગ, જુઓ લીક થયેલા ફોટો

IPL ની ઓપનિંગ સેરેમની હંમેશા લાઈમલાઈટમાં રહે છે. તેમજ IPL એક એવી સેરેમની છે જ્યાં સેલિબ્રિટી અને ક્રિક્રેટર એક સાથે જોવા મળે છે. દર વર્ષે આ સેરેમનીમાં અલગ-અલગ એક્ટર્સ પરફોર્મ કરતા હોય છે આ વખતે બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર્સ લોકો ડાન્સ કરતા જોવા મળશે.

આ વખતે IPL ની ઓપનિંગ સેરેમનીમાં આ પાંચ બોલિવૂડ એક્ટરેસ ડાન્સ પરફોર્મ કરશે. તેમજ IPL-11 ની શરૂઆત ગત વર્ષે ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયંસ અમને ચેન્નઈ સુપર કિંગની વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો થશે. તેમજ ઓપનિંગ સેરેમની સાંજે 6.15 વાગે શરૂ થશે. જેમાં બોલિવૂડ અને ક્રિકેટનો અદભૂત સંગમ જોવા મળશે.

IPL-2018 ની ઓપનિંગ સેરેમનીની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. પહેલાં આ સેરેમનીમાં બોલિવૂડનાં ખિલજી એટલે કે રણવીર સિંહ અને પરણીતિ ચોપરા પરફોર્મ કરવાના હતા પરંતુ છેલ્લે પરફોર્મ કરવાની ના પાડી દીધી હતી. હવે તેમની જગ્યાએ ઋૃતિક રોશન અને તમન્ના ભાટિયા ડાન્સ કરશે.

તેવામાં કુલ પાંચ સેલિબ્રિટિ આ સેરેમનીમાં ડાન્સ કરશે. જેમાં ઋૃતિક રોશન, વરુણ ધવન, જેકલીન ફર્નાન્ડીઝ, તમન્ના ભાટિયા અને પ્રભુદેવા ડાન્સ પરફોર્મ કરતા જોવા મળશે. સૂત્રોનાં જણાવ્યા અનુસરા, ઋૃતિક રોશન, વરુણ ધવન, અને પ્રભુદેવા એક સાથે સ્ટેજ પર ડાન્સ કરી શકે છે. તેમજ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઋૃતિક રોશન બેંગ બેંગ ફિલ્મના ગીત ‘તૂ મેરી’ પર ડાન્સ કરશે. તેમજ મીકા સિંહ પણ કેટલાંક ફેમસ ગીતો પર લાઈવ પરફોર્મ કરશે.

જેકલિન અને તમન્ના બોલિવૂડનાં ટોપ નંબર્સ પર ડાન્સ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેકલીન ફર્નાન્ડીઝ ટએક દો તીન’ ગીતની રિમેક પર પરફોર્મન્સ કરશે. આ ગીત હાલમાં રિલિઝ થયેલી ‘બાગી 2’ નું છે, જેમાં જેકલીનના ડાન્સને દર્શકોએ પસંદ ન હતો કર્યો.

હવે તે જોવાનું રહ્યું કે, જેકલીન ઓપનિંગ સેરેમનીમાં પોતાના ડાન્સથી લોકોને ઈમ્પ્રેસ કરશે કે નહીં. તેમજ સૂત્રોનાં જણાવ્યા અનુસાર, તમન્ના ચાર ભાષાઓની ગીત પર ડાન્સ પરફોર્મ કરશે. તેમજ આ પરફોર્મન્સને શામક-દાવર દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યો છે. અને આ પરફોર્મન્સ માટે તમન્નાને 50 લાખ રૂપિયા ઓફર કરવામાં આવ્યા છે.

વરુણ ધવન સોશિયલ મીડિયા પર ડાન્સ રિહર્સલની કેટલીક તસવીરો શેર કરી છે. તમને જણાવી દઈએ તે, વરુણ ધવન અત્યારે ‘સુઈ ધાગા’ ની શૂટિંગમાં વ્યસ્ત છે, જેના કારણે તેમને બંને જગ્યાએ મેનેજ કરવામાં તકલીફ થઈ રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે અનુષ્કા શર્મા લીડ રોલમાં જોવા મળશે.

પરિણીતી ચોપરા ઓપનિંગ સેરેમનીમાં પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પરણીતિનું કહેવું છે કે તે અત્યારે ઓપનિંગ સેરેમનીમાં જાન્સ કરવા માટે તૈયાર નથી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી તે નમસ્તે ઈંગ્લેન્ડની શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી તે ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ નહીં કરી શકે.

 

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ

ટીપ્પણી