૧૬ નવેમ્બર – આઁતરરાષ્ટ્રીય સહનશીલતા દિવસ (Internationl Day for Tolerance)

નવાઇ લાગે એ આવા દિવસ પણ હોય!, એ પણ આઁતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજવણી કરવામાઁ આવે એ બાબત વધુ આશ્વર્ય સર્જે છે. પરઁતુ ખરેખર જોઇએ તો વિશ્વને હાલ સહનશીલતાની ખાસ્સી જરુર છે એમ કહીએ તો ખોટુ નથી. વર્તમાનપત્રોમાઁ છાશવારે આપણે વાઁચતા જ હોય એ છીએ કે પેલા બનાવના પગલે એક દેશે બીજા દેશની સરહદ પર લશ્કરી ચોકી પહેરો વધારી દિધો અથવા એક દેશ પર બીજા દેશના મીસાઇલ ગોઠવાયેલા છે વગેરે વગેરે.

સઁયુક્ત રાષ્ટ્રસઁઘ દ્રારા ઇ.સ. ૧૯૯૫ના વર્ષને “આઁતરરાષ્ટ્રીય સહનશીલતા વર્ષ” જાહેર કરવામાઁ આવ્યુ હતુ. આ વર્ષના પગલે જ દરેક દેશમાઁ અસહિષ્ણુતા ઘટે, વિશ્વમાઁ તણાવની પરીસ્થીતી ન ફેલાય અને દરેક દેશ વિકાસના પગલે આગળ વધે સઁયુકત રાષ્ટ્રસઁઘ દ્રારા ૧૬ નવેમ્બર ઇ.સ. ૧૯૯૬ થી નિયમિત રીતે આ દિવસની ઉજવણી થાય છે. દરેક દેશમાઁ પરસ્પર સાથ-સહકાર બની રહે, સાઁસ્કૃતિક આદાન-પ્રદાન થાય જેવી બાબતો પર ભાર મુકવામાઁ આવે છે.

સહનશીલતા એટલે કે સહિષ્ણુતા

માના કી આદમ આદમ હૈ, આદમ ખુદા નહીઁ,
લેકિન ખુદા કે નુર સે આદમ જુદા નહીઁ.

સહનશીલતા તો આપણા લોહીમાઁ હોય છે, હદયમાઁ હોય છે, જરુર છે એને ખઁખેરવાની. સહનશીલતા એટલે શુઁ ? ઉદારતા દાખવવી, મતભેદ સહન કરવા, સાઁખી લેવુ કે ધીરજ ધરવી અથવા સહનશક્તિ ! દરેક લોકોના ઉત્તર અલગ અલગ હશે. પરીસ્થીતિની પ્રતિકુળતાઓ ના સમયે સારા બનીને રહેવુ એ જ શ્રેષ્ઠ સહનશીલતા છે. મારા એક મિત્રએ સહનશીલતા વિશે સમજાવતા એમ કહેલુ કે “જયારે તમે નોકરી કરતા હો, ત્યારે શરુઆતના પાઁચ વર્ષ બધા કહે એમ જ કરવાનુ, ધ્યાન રાખજો પાઁચ વર્ષ પછી તમે જે કહેશો એ જ બધા કરશે.” જયારે બીજા એક મિત્રએ તો એમ જ કહેલુ, “જીવનમાઁ આગળ વધવુ હોય તો હઁમેશા સહન કરતા શીખો, જેટલુ તમે સહન કરશો એટલા જ આગળ વધશો.” મને તો બઁન્નેની વાત અઘરી લાગી હતી. પણ સમજવા જેવી હતી. ભવિષ્યમાઁ સહનશીલતા જોવીએ કદાચ દુર્લભ હશે. કારણકે હાલની જનરેશન ડીજીટલ થઇ રહી છે. બધુ જ ઇન્સટઁન્ટ થઇ રહ્યુ છે. ધીરજ નો ગુણ ખોવાતો જાય છે. ધીરજ નો ગુણ જેટલો કેળવાયેલો એટલી સહનશીલતા વધુ.

સમાજને સૌથી નુકશાન કારક હોય તો ધાર્મિક અને જાતિ બાબતની અસહિષ્ણુતા. ફકત ભારતમાઁ જ નહિ વિદેશના લોકો પણ આ બાબતથી એટલા જ હેરાન થઇ રહ્યા છે. અમેરીકા અને બ્રિટન જેવા દેશો તો જાતિય અસહિષ્ણુતાથી પીડાય રહ્યા છે. ભવિષ્યમાઁ પણ આવા પ્રશ્નો અણઉકેલ જ રહેશે. કારણકે જયાઁ સુધી માનવ ધીરજ ધરતા નહિ શીખે ત્યાર સુધી કદાચ સહનશીલતાનો ગુણ વિકસીત કરી શકશે નહી.

સહિષ્ણુતા વિશે પઁડિત દીનદયાળ ઉપાધ્યાયની એક સરસ વાત યાદ આવી રહી છે, એમણે જણાવેલુ કે, “આજ પશ્વિમનુઁ જીવન તથા એનો ઇતિહાસ જ મુખ્યરુપે આપણી સમક્ષ હોવાને કારણે આપણને આપણી સહિષ્ણુતાની સહજ વૃત્તિ વિષે ગર્વ થવા લાગ્યો છે. એટલુ જ નહી તો સહિષ્ણુતાની વૃત્તિ તરફ આપણુઁ દુર્લક્ષ થવા લાગ્યુઁ છે. પરિણામે સહિષ્ણુતાનો અર્થ થઇ ગયો છે મહત્ત્વકાઁક્ષા વિહીન, વિશ્વની પ્રત્યેક જાતિ પ્રત્યે ઝુકતાઁ રહેવુઁ, આપણા સ્વત્ત્વ તથા જીવનને તદ્દન ધુળમાઁ રગદોળવા. આત્મરક્ષણ માટે કરવુ પડતુ યુધ્ધ પણ આપણા માટે પાપ બની ગયુ છે. Live and let live (જીવો અને જીવવા દો)ના સિધ્ધાઁતમાઁ let live (જીવવા દો) માટેનો આગ્રહ એટલો વધી ગયો કે આપણે live (જીવો) ની ચિઁતા જ નથી કરતા. વાસ્તવમાઁ સહિષ્ણુતાની જેમ જ જયિષ્ણુતાનો સિધ્ધાઁત પણ આવશ્યક છે, એમ કહેવાય કે જયિષ્ણુતા વધુ આવશ્યક છે તો એ પણ અનુચિત નહીઁ થાય. જયિષ્ણુતાની ભાવના વિના ન તો કોઇ સમાજ જીવઁત રહી શકે છે કે ન તો એ પોતાના જીવનનો જોઇ વિકાસ કરી શકે છે.” એક રીતે એમ પણ કહી શકીએ કે સહિષ્ણુતા કે જયિષ્ણુતા એક જ સિક્કાની બે બાજુ છે.

મારી દ્રષ્ટ્રીએ તો જે દઁપત્તીનુ લગ્ન જીવન સુખરુપ લાઁબુ ચાલ્યુ હોય એને જ સહનશીલતાના દિવસે સન્માન કરવુ જોઇએ. કારણ કે લગ્નજીવનમાઁ કોઇ એક વ્યકિતએ સહન કે સમાધાન કરવુ જ પડતુ હોય છે. બાકી અચાનક જ કોઇ જુની પ્રેમિકા સામે મળે અને એની આઁગળી એ રહેલા બાળકને આપણો પરિચય “મામા” તરીકે કરાવે તો એ શ્રેષ્ઠ સહનશીલતાનુ જ ઉદાહરણ કહેવાય.

વહાલા તરફથી આજના દિવસે પ્રભુ દરેક વાચકને ધીરજ અને સહનશીલતા આપે એવી શુભેચ્છાઓ.

— Vasim Landa ☺️
The Dust of Heaven ✍️

ટીપ્પણી