બાહુબલીની દેવસેના ઊર્ફ અનુષ્કા શેટ્ટી વિશે જાણો આ ૮ વાત

બાહુબલી ફિલ્મમાં દેવસેનાનું પાત્ર ભજવનાર અનુષ્કા શેટ્ટી હવે ઘરે ઘરે જાણીતું નામ થઈ ગયું છે. પણ, શું તમે એના વિશે ની આ અજાણી વાતો જાણો છો?

૧) અનુષ્કા નું સાચું નામ સ્વીટી શેટ્ટી છે. ફિલ્મ લાઈનમાં આવ્યા બાદ તેણે અનુષ્કા નામ ધારણ કર્યું.


૨) તેનો સ્કૂલ સુધીનો અભ્યાસ એણે બેંગ્લોરમાં પૂર્ણ કરેલ છે અને માઊન્ટ કાર્મેલ કોલેજમાંથી બી.સી.એ. નો અભ્યાસ કરેલ છે. યાદ રહે કે દિપીકા પાદુકોણે પણ આ જ કોલેજમાંથી અભ્યાસ કરેલ છે.


૩) તે યોગ અભ્યાસ માટે શિક્ષિકા રહી ચૂકી છે. તેણે યોગ સમ્રાટ ભરત ઠાકુર પાસેથી યોગાભ્યાસ શીખેલ છે. ફિલ્મોમાં આવતા પહેલા તેણે પોતાની યોગા ઈન્સ્ટિટ્યુટ પણ ખોલી હતી.


૪) શરૂઆતમાં તેને ફિલ્મ જગતમાં આવવું ન હતું. એટલે તેણીએ ઑડિશન આપવામાં પણ ઠાગાઠૈયા કર્યા હતા. ૨૦૦૫માં સુપરસ્ટાર નાગાર્જુન સાથે મળીને “સુપર” નામની ફિલ્મમાં અભિનય કર્યો હતો. દુર્ભાગ્યે આ ફિલ્મ પિટાઈ ગઈ હતી. એસ. એસ. રાજામૌલી એ તેને “વિક્રમાર્કુદુ” ફિલ્મમાં ટેલેન્ટ જોઈને બ્રેક આપ્યો અને ત્યાર પછી તે દક્ષિણની ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં છવાઈ ગઈ.


૫) એકમાત્ર એવી અભિનેત્રી છે કે જે રાજામૌલીની ઉપરાછાપરી ૩ ફિલ્મમાં આવી હોય.


૬) ૨૦૦૯માં બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવૉર્ડ “અરુંધતી” ફિલ્મ માટે – ૨૦૦૯ માં


૭) નાગાર્જુન અને તેના પુત્ર ચૈતન્ય સાથે તેના અફેર ની અફવા ઊડી હતી. ઈંટરવ્યુ દરમ્યાન એણે આ બધા જ આરોપોને ફગાવી દીધા હતા.


૮) “રુદ્રમાદેવી” ફિલ્મ માં અભિનય માટે તેણે ૫ કરોડ રૂપિયા લીધા હતા જે આજ સુધીનો સાઊથ ઇન્ડિયન ફિલ્મ ઉદ્યોગનો એક વિક્રમ છે. આટલી મોટી ફી કોઈ અન્ય અભિનેત્રી એ હજુ સુધી લીધેલ નથી.

વાંચીને મજા આવી? – તો બીજા સાથે પણ શેર કરોને, મિત્ર!

ટીપ્પણી