Instant Pan Haandavo (ઇન્સ્ટન પેન હાંડવો)

998869_143857499152034_1886732024_n

 

ઇન્સ્ટન પેન હાંડવો

 

સામગ્રી

1 કપ રવો

1-1/2 કપ ઘાટી છાસ or 1 કપ દહીં

3 લીલા મરચા સમારેલા

1 tsp છીણેલું આદુ

1/2 કપ છીનેલા તમારી પસંદ ના શાકભાજી (દુધી ,ગાજર , ફ્રેંચ બીન્સ , પાલક , ડુંગળી , કોબીચ , વગેરે )

1/4 tsp. ખાવાનો સોડા

6 tbsp. તેલ 3tbsp ખીરું માટે, 3 tbsp વઘાર માટે

1 tsp. જીરા પાવડર

1 tsp. રાઈ

મીઠો લીંબડો

1 tbsp તલ

સહેજ એવી હળદળ

મીઠું જરૂર મુજબ

 

રીત

રવો માં બધા પાવડર મસાલા ,દહીં, આદુ, લીલા મરચા, 3 tbsp તેલ,શાકભાજી ઉમેરી મિક્સ કરો લગભગ અડધા કપ કરતા પણ ઓછું પાણી ઉમેરો અને તેનું ખીરું તૈયાર કરો.

ખીરું થોડું ઘટ્ટ હોવું જોઈ, જરૂર પુરતું જ પાણી કે છાસ ઉમેરવી

આ ખીરા ને 30 મિનીટ સુધી તરફ રાખી દેવું

હવે તેમાં ખાવા સોડા મિક્સ કરો . ખીરા માં ખાવા નો સોડા રાંધતી વખતે જ નાખવો

હવે એક પેન ને મીડીયમ આચ પર મુકો

તેમાં 3 tbsp તેલ નાખો તેમાં રાઈ ઉમેરો

રાઈ ના દાણા જાય એટલે તેમાં મીઠા લીંબડો અને તલ નાખો

આપણે તૈયાર કરેલું ખીરું ધીરે થી પેન માં નાખી ખીરા ને એક જ લેયર માં પાથરો

તેના પર ઢાંકણ થી કવર દો અને ધીમી આંચ પર પાકવા દેવું

જયારે એક તરફ ની બાજુ ક્રિસ્પ થઇ જાય એટલે તેને કાળજી થી બીજી બાજુ પલટાવી દેવી

બીજી બાજુ ને પણ ક્રિસ્પ થવા દો લગભગ દરેક બાજુ ને ક્રિસ્પ થતા 15 મિનીટ જેટલો સમય લાગે છે

હવે તેને ગરમ ગરમ લીલી ચટણી ક સોસ ની સાથે સર્વ કરી સકાય

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!