“ઇન્સ્ટન્ટ લાલ મરચાનું અથાણું”- આજે જ ટ્રાય કરો…

“ઇન્સ્ટન્ટ લાલ મરચાનું અથાણું”

સામગ્રી:

500 તાજા લાલ મરચા ,
1 પેકેટ (200gram) ગોળ કેરીનો રેડી મેડ મસાલો,
60 ગ્રામ આશરે છીણેલ ગોળ,
40 ગ્રામ આશરે ખાંડ,
25-30 ગ્રામ (1 મોટુ) લિમ્બુ,
મીઠું,
1ચમચી હળદર,

રીત:

સૌ પ્રથમ મરચાના લાંબા ચીરીયા કરી લેવા.

પછી એક તપેલીમાં મસાલો, ગોળ અને ખાંડ લઈ મિક્ષ કરી તેમા મરચાંના ચીરીયા ઉમેરી મિક્ષ કરવું.

હવે તે તપેલીથી મોટા વાસણમાં પાણી ભરી ગરમ કરવા મૂકવુ, પાણી ગરમ થાય એટલે મસાલા વાળી તપેલી તેમા મૂકી ગોળ-ખાંડ ઓગળે નહી અને ચાસણી આવે ત્યાંસુધી હલાવવુ, ત્યારે જ હળદર અને મીઠું ઉમેરી દેવું ( ધ્યાન રહે મસાલામાં મીઠું હોય છે).

ઓગળી જાય એટલે નીચે ઉતારી તેમા
લિમ્બુનો રસ રેડી મિક્ષ કરી લેવું.

તો તૈયાર છે ઇન્સ્ટન્ટ લાલ મરચાનું અથાણું.

નોંધ:

એકલો ગોળ કે એકલી ખાંડ વાપરી શકાય.

ગેસ પર એક તપેલીમાં બીજી તપેલી એમ ન કરવું હોય તો, તડકા છાયામાં કરી તેમ ચાસણી આવે ત્યાંસુધી રાખવું, પણ તેમા 2-3 દિવસ લાગી જાય બનતા, આમ કરવું હોય તો ખાંડ દળેલી લેવી.

ફ્રીજમાં વર્ષ સુધી બગડતુ નથી.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

શેર કરો આ ટેસ્ટી અથાણાની રેસીપી તમારા અથાણા પ્રેમી મિત્રને..

ટીપ્પણી