ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi)

સામગ્રી :

ખીરુ બનાવવા :

૧ કપ.. મેંદો
૧ ટી સ્પૂન.. બેકીંગ પાવડર
૨ ટે સ્પૂન.. બેસન
૧/૪ કપ.. દહીં
ચપટી.. યલો ફૂડ કલર (Optional)

ચાસણી માટે :

૧ કપ.. ખાંડ (જરૂર મૂજબ)
ખાંડ ડૂબે એટલું પાણી
ચપટી યલો ફૂડ કલર (Optional)
કેસર / ઇલાયચી (જે ફ્લેવર ગમતી હોય તે)
તળવા માટે.. તેલ

રીત :

• એક બાઉલ માં ખીરુ બનાવવા ની બધી સામગ્રી મિક્સ કરી જરૂર મૂજબ પાણી રેડી મિડિયમ પતલુ ખીરુ તૈયાર કરો.

• બીજા બાઉલ માં ખાંડ અને પાણી લઇ એક તાર ની ચાસણી બનાવો. તેમાં ચપટી કલર ઉમેરી મનગમતી ફ્લેવર ઉમેરો.

• જલેબી તળવા માટે ફ્લૅટ પેન લેવું. પેન માં તેલ લઇ ગરમ કરવા મૂકવું. ટૉમેટો કેેચપ ની બોટલ માં ખીરુ ભરી ગરમ તેલ માં જલેબી પાડવી. ક્રિસ્પી તળાય પછી તરત જ ચાસણી માં ડીપ કરવી.

જલેબી માં ચાસણી ભરાય જાય એટલે પ્લેટ માં કાઢી લેવી. આ રીતે બધી જલેબી બનાવવી.નોંધ : એકવાર ની તળેલી જલેબી ચાસણી માં ડીપ કરી બીજી જલેબી ગરમ તેલ માં પાડવી ત્યાર પછી પહેલી ચાસણી માં મૂકેલી જલેબી કાઢી લેવી.

રસોઈની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક કહેજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block