“ઇન્સ્ટન્ટ બદામી હલવો” – બહારથી લાવેલો પણ ભાવે છે પણ ખબર નઈ એ લોકો કેવી રીતે બનાવતા હશે..

“ઇન્સ્ટન્ટ બદામી હલવો”

સામગ્રી :

અડધો કપ કૉર્નફલોર,
દોઢ કપ સાકર,
અઢી કપ પાણી,
બે ટેબલસ્પૂન ઘી,
પા ટી-સ્પૂન ઑરેન્જ ક્લર,
પા ટી-સ્પૂન એલચી,
બે ટેબલસ્પૂન કાજુ – રોસ્ટેડ,
ગ્રીસ કરેલી ટ્રે,

રીત :

એક માઇક્રોવેવ બોલમાં કૉર્નફલોર, સાકર, કલર, પાણી મિક્સ કરી ગાંઠા ન રહે એમ હલાવી મિશ્રણ તૈયાર કરવું. માઇક્રો પાવર પર ૬ મિનિટ માટે ઢાંકીને કુક કરવું. વચ્ચે પાંચ મિનિટ પછી બહાર કાઢીને હલાવીને પાછું રાખવું. ફરી એને ૬ મિનિટ માટે માઇક્રોવેવમાં કુક કરવું. (વ્ાચ્ચે બે મિનિટ પછી બહાર કાઢી એમાં ઘી ઉમેરી એને ફરી પાછું કુક કરવું. ૧૨ મિનિટ માટે કુક કરવું). એને માઇક્રોમાંથી બહાર કાઢી ગ્રીસ કરેલી ટ્રેમાં થોડા કાજુ મિશ્રણની અંદર અને થોડા ઉપર પાથરી ગાર્નિશ કરી સેટ કરી પછી હલવાના પીસ કરી લેવા.

નોંધ :

(૧) માઇક્રોવેવ અવન ન હોય તો નૉનસ્ટિક કડાઈમાં મીડિયમ ગૅસ પર સાકરમાં એક કપ પાણી મિક્સ કરી પાણીને ઉકાળવું. (૨) કૉર્નફલોર, દોઢ કપ પાણી, કલર મિક્સ કરી પેસ્ટ બનાવી એ ઊકળતી ચાસણીમાં મિક્સ કરી કાજુ નાખી હલાવતા રહેવું. વચ્ચે-વચ્ચે ઘી ઉમેરતા જવું. લચકા પડતું મિશ્રણ તૈયાર થાય અને કિનારી છોડી દે ત્યારે એને ગ્રીસ કરેલી ટ્રેમાં પાથરી કાજુથી ગાર્નિશ કરી ઠંડું કરી પીસ કરવા.

રસોઈની રાણી :- કેતકી સૈયા

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી